સંબંધિત સમાચાર
- Telegram માં આવ્યા ખૂબ કામના અપડેટ કરે છે, WhatsApp ચેટને કરી શકો છો ટ્રાંસફર
- Big Breaking - દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસ પાસે IED બ્લાસ્ટ, કોઈના ઘાયલ થવાના સમાચાર નથી
- 6 મહિનામાં આટલા વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો પેટ્રોલ ડીઝલનું ગણિત
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને કોવિડ માટે ગાઈડલાઈન જાહેર, શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારો ને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન
- સિંઘુ બાર્ડર: બે પોલીસ અધિકારીઓએ તલવાર વડે હુમલો કર્યો, આરોપી કસ્ટડીમાં
અમદાવાદ એરપોર્ટ પર દાણચોરીમાં 2 કસ્ટમ ઓફિસર સહિત 7 વ્યક્તિ સામે ફરિયાદ
અમદાવાદમાંથી દાણચોરીના સમાચાર આવ્યા છે. આ ઘટનામાં CBI એ અમદાવાદ એરપોર્ટના 2 કસ્ટમ ઓફિસર તેમજ 5 ખાનગી વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી. મળેલી જાણકારી અનુસાર તેઓ સોનાને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીને અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરતા હતા. આ કિસ્સામાં બન્ને કસ્ટમ ઓફિસર સામે પ્રિન્સિપાલ કમિશનરે ફરિયાદ નોંધાવી હતી. અને CBI દ્વારા 7 આરોપીઓના ઘર તેમજ ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે આ 7 આરોપીઓ કરોડો રૂપિયાની દાણચોરીમાં સંડોવાયેલા છે.
આ ઘટનામાં કસ્ટમ વિભાગના પ્રિન્સિપાલ કમિશનર કુમાર સંતોષ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ અધિકારી સામે CBIમાં નોંધાવવામાં આવી હતી. જાણકારી અનુસાર આ ફરિયાદ આધારે તપાસ કર્યા બાદ CBI એ વધુ 5 ખાનગી વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે. આરોપી સોમનાથ ચૌધરી તેમજ સુજીત કુમાર અમદાવાદ એરપોર્ટના ઇન્ટેલિજન્સ યુનિટમાં ફરજ બજાવતા હતા.
