સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (18:50 IST)

Big Breaking - દિલ્હીમાં ઈઝરાયેલી દૂતાવાસ પાસે IED બ્લાસ્ટ, કોઈના ઘાયલ થવાના સમાચાર નથી

દિલ્હીમાં ઈઝરાયેલના દૂતાવાસ પાસે બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં 4 થી 5 કારો ક્ષતિગ્રસ્ત થઈ  ગઈ છે. ઘટનામાં કોઈના ઘાયલ થવાની સૂચના નથી. સ્પેશ્યલ સેલની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. 


વિસ્ફોટ થયો તે સ્થળ વિજય ચોક(Vijay Chowk)થી બે કિલોમીટર દૂર છે. ઉલ્લેખનીય છે કે જ્યા બ્લાસ્ટ થયો એ વિજય ચોક પર  'બીટિંગ ધ રીટ્રીટ' (Beating the Retreat)કાર્યક્રમ ચાલી રહ્યો છે, આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત ઘણા મહાનુભાવો ઉપસ્થિત છે.
 
ઘટના સ્થળ પર એક ભારે પોલીસબળ ગોઠવાયુ છે. જો કે, આ IED બ્લાસ્ટ છે કે અન્ય કોઈ એ  બાબતની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે. ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.