બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (10:49 IST)

દીપ સિદ્ધુની ખેડૂત નેતાઓને ધમકી - હુ તમારી પોલ ખોલી તો દિલ્હીથી બહાર નીકળવાનો રસ્તો નહી મળે

લાલ કિલ્લા પર ખાલસા પંથનો ધ્વજ લગાવવા માટે લોકોને ઉશ્કેરવામા દોષી ઠેરવવામાં આએલા પંજાબી ગાયક દીપ સિદ્ધુએ પોતાને નિર્દોષ ગણાવ્યો છે. તેમણે બુધવારે મોડી રાત્રે પોતાના ફેસબુક પેજ પર લાઇવ આવીને ખેડૂત નેતાઓને ધમકી આપી હતી. કહ્યું- તમે મને દેશદ્રોહીનું પ્રમાણપત્ર આપી દીધું છે, જો હું તમારી પોલ ખોલવી શરૂ કરીશ તો તમને દિલ્હીથી ભાગવાનો રસ્તો નહી મળે. 
 
સિદ્ધુએ કહ્યું કે મારે લાઈવ આવવું પડ્યું કારણ કે મારી વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે. ઘણા બધા જુઠ્ઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે. હું આટલા દિવસોથી આ બધું ચૂપચાપ સાંભળી રહ્યો હતો કારણ કે હું નહોતો ઇચ્છતો કે અમારા સૌની એકતાને લીધે ખેડૂત આંદોલનના સંઘર્ષને નુકસાન થાય, પરંતુ હવે આ આંદોલન જયા પહોચ્યુ છે ત્યા કેટલીક વાતો કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે.
 
પહેલી વાત તો એ કે 25 તારીખની રાત્રે નૌજવાનોને મંચ પર રોષ બતાવ્યો હતો, કારણ કે તેમને પંજાબથી દિલ્હીમાં પરેડ કરવાનુ કહીને બોલાવ્યા હતા. આ માટે વારેઘડીએ મંચ પરથી મોટા મોટા એલાન અને વચનો આપવામાં આવ્યા હતા. રોષ બતાવતા નૌજવાનોએ કહ્યુ કે જ્યારે અમે દિલ્હી આવી ગયો તો તમે અમને સરકારે નક્કી કરેલા રૂત પર જવા માટે કહી રહ્યા છો જે અમને મંજૂર નથી. 
 
મેં ભીડને સમજાવ્યુ કે મારા જૂના ભાષણનો વીડિયો ન જોવો જોઈએ - સિદ્ધૂ 
 
સિદ્ધુએ વીડિયોમાં જણાવ્યું હતું કે એ દરમિયાન મંચ પર પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે આગેવાની કરી રહેલ નેતા ત્યાથી બચીને ભાગી ગયા અને પછી મને નિહંગના ટોળાની પરિસ્થિતિ બગડવાનુ કહીને બોલાવ્યો, મે ત્યા મંચ પર જઈને ખેડૂત નેતાઓનુ સમર્થન કર્યુ અને ભીડને સમજાવ્યુ કે ખેડૂત નેતા વૃદ્ધ છે. તેઓ ખૂબ પરેશાન છે, તેથી આપણે સમજવુ પડશે.  તેથી આપણે સમજવુ પડશે તેથી હુ કહી રહ્યો છુ કે એ રાતનુ મારુ ભાષણ ન જોવુ જોઈએ. 
 
મેં તે દિવસે પણ આ જ વાત કરી હતી. મેં ખેડૂત નેતાઓને એમ પણ કહ્યું હતું કે લોકો જે કહે છે તે મુજબ સામૂહિક નિર્ણય લો  તે ખોટો નહી કહેવાય. કારણ કે સંગતથી જ આપણુ આંદોલન ચાલી રહ્યુ  છે અને આપણે અહી ઉભા છે.  ખેડૂત નેતાઓને આ વાત સમજમાં ન આવી. તેમણે બીજા દિવસે માર્ચ કાઢ્યો. જે રૂટ ખેડૂત અને પોલીસે નક્કી કર્યો હતો તેના પર 3000 લોકો પણ નહોતા. સિંઘુ-ટિકરી અને ગાઝીપુર સરહદના લોકો પોતાના મરજીથી જ આંદોલનમાં જોડાયા અને  ખોટા રસ્તે નીકળી ગયા અને લાલ કિલ્લા તરફ ચાલ્યા ગયા. તેમની કોઈ આગેવાની નહોતુ કરી રહ્યુ. 
 
દીપ સિદ્ધુએ કહ્યું- હું  જ્યારે હુ લાલ કિલ્લા પર પહોંચ્યો ત્યાં સુધીમાં ગેટ તૂટી ગયો હતો. તેમાં હજારોની ભીડ ઉભી હતી. હું પછી ત્યાં પહોંચ્યો. જે રોડ દ્વારા પહોચ્યા ત્યા સેંકડો ટ્રેક્ટર પહેલાથી જ ઉભા હતા. હુ પગપાળા જ કિલ્લાની અંદર પહોંચ્યો. ત્યાં જોયુ તો કોઈ ખેડૂત નેતા નહોતો. કોઈપણ વ્યક્તિ ત્યા નહોતો જે  પહેલા મોટી મોટી વાતો કરી રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લાઇવ આવીને મોટી મોટી વાતો કરી હતી કે અમે દિલ્હીની ગરદન પર ઘૂંટણ લગાવીશું, પરંતુ ત્યાં કોઈ નહોતું.
 
તે દરમિયાન કેટલાક યુવકો મને પકડીને લઈ ગયા કે ભાઈ ત્યા ચાલો. ત્યા બે ઝંડા હતા એક ખેડૂત ધ્વજ અને બીજો નિશાન સાહિબ. અમે સરકાર સામે  ગુસ્સો બતાવવા માટે બંને ધ્વજ ત્યાં લગાવી દીધા. અમે ત્રિરંગો હટાવ્યો નહોતો. અમને કોઈ ડર નથી કારણ કે આપણે કશું ખોટું કર્યું નથી.
 
છેલ્લા 6 મહિનામાં સરકારે વારંવાર અપમાન કર્યું 
 
પંજાબી સિંગરે સ્પષ્ટતા કરી કે અમે કોઈ જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું નથી. અમે કોઈ હિંસા નથી કરી. કોઈએ અમારા લોકો ઉપર લાઠીચાર્જ કર્યો નથી. બધું સરળતાથી ચાલ્યું. અમે સરકારને બતાવવા માગતા હતા કે અમને અમારો  અધિકાર આપવામાં આવે. અમારી માંગણીઓનો વિચાર કરવામાં આવે, કારણ કે છેલ્લાં છ મહિનાથી સરકારનુ જે અમારા પ્રત્યે વલણ હતુ એ યોગ્ય નહોતુ. તેઓએ અમારું વારંવાર અપમાન કર્યું છે. 
 
સિદ્ધુ પર ટોળાને ઉશ્કેરવાનો આરોપ
 
ખેડૂત સંગઠનોએ દિલ્હીમાં ખેડુતોની ટ્રેક્ટર કૂચ દરમિયાન લાલ કિલ્લા પર થયેલી હિંસાનો આરોપ દીપ સિદ્ધુ પર લગાવ્યો છે. ભારતીય ખેડૂત સંઘના નેતા ગુરનામસિંહ ચંઢૂનિએ જણાવ્યું હતું કે ખેડૂત સંગઠનોનો લાલ કિલ્લા પર જવાનો કોઈ કાર્યક્રમ નહોતો. દીપ સિદ્ધુએ ખેડુતોને ઉશ્કેર્યા અને તેઓને આઉટર રિંગરોડથી લાલ કિલ્લા સુધી લઈ ગયો. આ મામલે નોંધાયેલી FIRમાં સિદ્ધુનું પણ નામ છે.