શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (09:51 IST)

મોરબી પાસે હીટ એંડ રનની ઘટના, 4 લોકોના મોત

મોરબીમાં  (Morbi) આજે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ હીટ એંડ રનની ઘટના બની હતી. એક અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો છે.  ચાર વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા. ચારેયના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે. હાલ પોલીસે ગુનો નોંધીને ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. આ તમામને લેવા આવેલા મૂળ રાજસ્થાનના હાલ મોરબી રહેતા દિનેશ સંભુભાઈને ઇજાઓ થતાં પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં બાદમાં સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
 
અકસ્માતમાં જે ચાર લોકો મૃત્યુ પામ્યા તેમા તેજારામ વખતારામ ગામેતી (ઉ.વર્ષ- 17)
શિવજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ -19)
સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વર્ષ -18)
મનાલાલ ઉમેંદજી કળાવા (ઉ.વ.19) - શિવજીભાઈ પ્રતાપભાઈનો સાળો છે.