શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 જાન્યુઆરી 2021 (15:24 IST)

6 મહિનામાં આટલા વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો પેટ્રોલ ડીઝલનું ગણિત

પેટ્રોલ અને ડીઝલના ભાવ  રોજ નવા રેકોર્ડ લેવલ પર પહોંચી રહ્યા છે. આજે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 83.68 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. જો કે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ All Time High પર પહોંચી ગયો છે. ડીઝલ પણ અમદાવાદમાં 82.44 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. સતત વધતા જતા પેટ્રોલ-ડીઝલના ભાવની અસર આમ જનતા પર પડી રહી છે. આજે પેટ્રોલ-ડીઝલનો ભાવ સ્થિર છે. કોઇપણ જાતનો વધારો કે ઘટાડો નોંધાયો નથી. 
 
6 જુલાઈ, 2020માં પેટ્રોલનો ભાવ લિટરે 70.40 અને ડીઝલનો ભાવ લિટરે 69.83 હતો જેની સામે 28 જાન્યુઆરી 2021માં પેટ્રોલનો ભાવ લિટરે 83.68 અને ડીઝલનો ભાવ લિટરે 82.44 રૂપિયા પહોંચી ગયો છે.
 
છ મહિના પહેલા પેટ્રોલના ભાવ રૂ. 70.40 હતો તેની સામે આજના ભાવ સરખાવતાં ગ્રાહકે રૂ.13.28 વધારે ચૂકવવા પડી રહ્યા છે. તે રીતે ડીઝલનો ભાવ સરખાવતાં ગ્રાહકે રૂ. 12.61 વધારે ચૂકવવા પડી રહ્યા છે. શહેરમાં 15 લાખ ટુવ્હીલર અને 5 લાખ જેટલા ફોર વ્હીલરની ગણતરી કરીએ તો પણ શહેરમાંથી રોજના 3 કરોડ કરતાં વધારે રકમ માત્ર એક લીટરના વપરાશમાં વધી ગયા છે.
 
પેટ્રોલ-ડીઝલની કિંમત વધતાં સામાન્ય માણસ તો પરેશાન છે. પરંતુ ટ્રાન્સપોર્ટર્સ પણ બેહાલ છે. કોરોના દરમિયાન પગારમાં ઘટાડો, રોજગાર-ધંધા ઠપ્પ થઈ જવાથી સામાન્ય લોકો પહેલાંથી જ ઘણા પરેશાન છે. હવે જ્યારે તે કામ પર પાછા ફરી રહ્યા છે ત્યારે મોંઘા પેટ્રોલનો માર સહન કરવો પડી રહ્યો છે. ટોલ ટેક્સ વધી ગયા છે. કોરોનાના કારણે તેમનો બારોબાર મહિના સુધી ઠપ્પ રહ્યો. પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાથી લગેજ ભાડું પણ વધી રહ્યું છે. ટ્રાન્સપોર્ટર્સનો ખર્ચ લગભગ 55 ટકા ભાગ ઈંધણનો જ થાય છે.
 
પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી કલેક્શનમાં આ નાણાંકીય વર્ષમાં જબરદસ્ત વધારો થયો છે. એપ્રિલથી નવેમ્બર 2020 સુધી સરકારનું એક્સાઈઝ ડ્યૂટી કલેક્શન 1,96,342 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું. જ્યારે એક વર્ષ પહેલાંના સમયે તે 1,32,899 કરોડ રૂપિયા હતું. આ સંગ્રહ તેમ  છતાં પણ છે કે આ આઠ મહિના દરમિયાન 1 કરોડ ટન ઓછા ડીઝલનું વેચાણ થયું. આ દરમિયાન માત્ર 4.49 કરોડ ટન ડીઝલનું વેચાણ થયું. સરકારે લોકડાઉન દરમિયાન પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં 13 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 16 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.
 
પેટ્રોલ-ડીઝલને લઈને એક મોટી માગણી એ કરવામાં આવે છે કે તેને જીએસટીના દાયરામાં લેવામાં આવે. જો આવું થશે તો પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે ઘટાડો આવી શકે છે. તેનું કારણ એ છે કે જીએસટીમાં વધારે ટેક્સ 28 ટકા છે. જો આજે પણ જોવામાં આવે તો લગભગ 29 રૂપિયાના બેઝિક રેટના હિસાબથી દિલ્લીમાં પેટ્રોલ ઘટીને 40 રૂપિયા લીટર આવી શકે છે. પરંતુ સંકટના આ સમયમાં જ્યારે સરકારની પાસે રાજસ્વના સ્ત્રોત ઓછા થઈ ગયા છે.