1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. alpesh thakor news

મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું, અલ્પેશ ઠાકોરનું હાઈકોર્ટમાં સોગંધનામું

ગુજરાત સમાચાર
કોંગ્રેસમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવા મામલે કોંગ્રેસે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં અલ્પેશ ઠાકોરે ગુજરાત હાઇકોર્ટમાં ચોંકાવનારું સોગંદનામું રજૂ કર્યું હતું કે, તેણે કોંગ્રેસ માંથી રાજીનામું આપ્યું નથી. તેમજ કોંગ્રેસની અરજી કાયદેસર રીતે ટકવા પાત્ર પણ નથી. કોંગ્રેસે કથિત રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર પણ કર્યો નથી. સોશિયલ મીડિયાના માધ્યમથી તેનું ફરતું થયેલું રાજીનામું કાયદેસરનું રાજીનામું ગણી શકાય નહિં અને તેના આધારે તેની સામે ધારાસભ્ય પદેથી ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી પણ થઈ શકે નહીં.
આગળનો લેખ
LIVE IND vs WI -ભારતે વેસ્ટ ઈંડિઝને આપ્યુ 269 રનનું લક્ષ્ય