સંબંધિત સમાચાર
- ભરુચના સાંસદનો બફાટઃ ભાજપની સરકાર હોવાથી સુપ્રીમે રામ મંદિર બાંધવાનો ચુકાદો આપ્યો
- અભ્યાસ અર્થે કેનેડા ગયેલા ભરૂચનાં ત્રણ વિદ્યાર્થીનાં કાર અકસ્માતમાં મોત
- અમદાવાદમાં પોલીસ સ્ટેન્ડ ટૂ, 5 હજારના ટોળા સામે ફરિયાદ, 50ની ધરપકડ
- સુરતમાં ટ્રાફિક મેમોથી કંટાળીને રિક્ષા ચાલકે આત્મહત્યા કરીઃ સરકારને જવાબદાર ઠેરવી
- હેલ્મેટમાં છૂટ હંગામી
ભરૂચના પશ્ચિમ વિસ્તારની બજારો આજે બંધ, પોલીસ એલર્ટ
ગુરૂવારે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં બંધના એલાન દરમિયાન અમદાવાદમાં હિંસા બાદ આજે ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેપારીઓએ આજે સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો. જોકે કેટલીક દુકાનો ખુલી હતી. જેથી બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ આ પ્રકારનો વિરોધ થયો હતો. હવે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વિરોધની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ભરૂચમાં ગુરૂવારે વેપારીઓએ બંધ પાળ્યો નહોતો. પરંતુ આજે ભરૂચના નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કતોપોર દરવાજા બજાર અને ગાંધી બજાર સહિતના માર્કેટ આજે બંધ રહ્યા છે. અને શાંતિપૂર્ણ માહોલમાં વિરોધ નોંધાવ્યો છે. જોકે ભરૂચમાં બંધને પગલે પોલીસ આજે એલર્ટ થઇ ગઇ છે.

