બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 નવેમ્બર 2019 (12:48 IST)

ભરુચના સાંસદનો બફાટઃ ભાજપની સરકાર હોવાથી સુપ્રીમે રામ મંદિર બાંધવાનો ચુકાદો આપ્યો

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપતા જણાવ્યું છે કે, ભાજપ સરકાર હોવાને કારણે રામ મંદિર બાંધવાનો સુપ્રિમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આમેય મનસુખ વસાવાને ગમેતેવા નિવેદનો આપીને વિવાદમાં ચમકતા રહેવાની ટેવ છે જેનું તેમણે ફરી પુનરાવર્તન કર્યું છે.ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાનાં નિવેદનોના કારણે વિવાદમાં આવતા રહે છે. ભરૂચ ખાતે ભાજપના દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેલા મનસુખ વસાવાએ રામ મંદિર અંગે વિવાદીત નિવેદન કર્યું હતું. 
જેમાં જણાવ્યું હતું કે, રામ મંદિર કેટલો મોટો મુદ્દો હતો. કેટલા વર્ષો વિતી ગયા. દેશ આઝાદ પણ થયો નહતો એ સમયથી રામ જન્મભૂમિનું આંદોલન ચાલતું હતું. કેટલા લોકો શહીદ થયા છે કેટલાય આંદોલન કર્યા છે. પરંતુ જે મુદ્દો આપણી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં હોવાના કારણે સુપ્રીમે ચુકાદો આપ્યો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે રામ મંદિર બાંધવા અંગેનો ચુકાદો આપણી તરફે આપ્યો છે.ભરૂચના સાંસદ અવાર નવાર નિવેદનના કારણે ચર્ચામાં આવતા રહેતા હોય છે. 
થોડા સમય અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને કરવામાં આવેલા નિવેદનથી વિવાદમાં આવ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે, તેમણ કહ્યું છે કે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તો બની ગયું છે પરંતુ તેનાથી સ્થાનિકોને રોજરાગી મળતી નથી. જિલ્લાનો વિકાસ થાય તે માટે સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ. શિક્ષિત બેરોજગરોને રોજગારી આપવી જોઈએ. કેવડિયા વિસ્તારમાં જે રોજગારી મળે છે તે એનજીઓ અથવા એજન્સી મારફતે મળે છે. કોઇને સીધી મળતી નથી.