શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 નવેમ્બર 2019 (11:59 IST)

હાય રે મોંઘવારી તું કોને કોને નડીશઃ સંગીતકાર શેખરને માત્ર 3 ઈંડાનું 1672 રૂપિયાનું બિલ મળ્યું

'ઊંચી દુકાન ફીકા પકવાન' કહેવત તમે સાંભળી હશે. મોટી મોટી હૉટલોમાં સામાન્ય વસ્તુઓ પણ ઊંચા દામથી વેચાતી હોય છે. મ્યૂઝિક કમ્પોઝર જોડી વિશાલ-શેખરના જોડીદાર શેખર રવિજીયાનીને ગુરુવારે એક હોટલનું બિલ જોઈને જોરદાર ઝટકો લાગ્યો હતો. વિશાલને જે બિલ મળ્યું છે તેને જોઈને તમે પણ ચોંકી જશો. વિશાલને એક ફાઇવ સ્ટાર હૉટલે ત્રણ બૉઇલ્ડ એગનું 1672 રૂપિયાનું બિલ પકડાવ્યું છે.  શેખરે જે બિલ શેર કર્યું છે તે અમદાવાદના ઉસ્માનપુરા ખાતે આવેલી એક ફાઇવ સ્ટાર હોટલનું છે.શેખરે જાતે આ બિલને સોશિયલ મીડિયામાં શેર કર્યું છે. આ તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હૉટલે ત્રણ ઇંડાની કિંમત રૂ 1350 ગણી છે. જેના પર ટેક્સ લાગતા ત્રણ ઇંડાનું કુલ બિલ 1672 રૂપિયા થયું હતું. સામાન્ય લોકો માટે આ કિંમત ખરેખર ચોંકાવનારી છે. જોકે, ત્રણ ઇંડા માટે 1672 રૂપિયાનું બિલ જોઈને શેખર પણ ચોંકી ગયો હતો. શેખરે બિલનો ફોટો શેર કરતા લખ્યું કે, "ત્રણ ઇંડાની સફેતી માટે 1672 રૂપિયા? આ કંઈક વધારે જ મોંઘું નથી