શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. માંસાહારી વ્યંજન
Written By
Last Modified ગુરુવાર, 14 માર્ચ 2019 (18:15 IST)

આ રીતે બનાવો Egg Kejriwal

ભારતના જાણીતા શેફ સંજીવ કપૂરે પોતાના ટ્વિટર એકાઉંટ પર 'Eggs Kejriwal' નામની એક ડિશ શેયર કરી છે. ટ્વીટ કર્યા પછીથી જ આ ડિશ ખૂબ ચર્ચામાં છે. અને તેનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 
 
આવો જાણીએ કેવી રીતે બને છે 'Eggs Kejriwal' રેસીપી 
 
જરૂરી સમાગ્રી -  2 બ્રેડ સ્લાઈસ
2 ઈંડા 
1 ટેબલસ્પૂન માખણ 
1 ડુંગળી (ઝીણી સમારેલી) 
2 લીલા મરચા (ઝીણા સમારેલા) 
1 ટેબલસ્પૂન લીલા ધાણા 
2 ચીઝ સ્લાઈસ 
મીઠુ સ્વાદમુજબ 
1 ટેબલસ્પૂન લીલા ધાણા 
2 ચીઝ સ્લાઈસ 
મીઠુ સ્વાદમુજબ 
1 ચપટી કાળા મરી પાવડર 
તેલ જરૂર મુજબ 
 
બનાવવાની રીત 
 
- સૌ પહેલા બ્રેડ સ્લાઈસની બંને બાજુ માખણ લગાવો 
- હવે તેના પર .ચીઝની એક સ્લાઈસ મુકો 
- મીડિયમ તાપમાં એક નૉન સ્ટિક તવો ગરમ કરવા માટે મુકો 
- તવાને ગરમ થતા જ તેના પર બ્રેડ મુકીને ઢાંકણથી ઢાંકી દો 
- ચીઝ સારી રીતે ઓગળી જાય કે ઢાંકણ હટાવીને બ્રેડને એક પ્લેટમાં કાઢી લો 
- હવે તવા પર થોડુ તેલ નાખીને ગરમ કરો 
- તેલ ગરમ થતા જ તવા પર ઈંડા ફોડીને નાખો 
- ઉપરથી મીઠુ કાળા મરી પાવડર અને લીલા મરચા નાખીને હાફ ફ્રાઈ કરી લો 
- આ જ રીતે બીજી બ્રેડની સ્લાઈસ પણ તૈયાર કરી લો 
- હાફ ફ્રાઈ થતા જ તાપ બંધ કરી તેને બ્રેડ પર મુકીને ટોમેટો કેચપ સાથે સર્વ કરો.