સંબંધિત સમાચાર
- સુરેન્દ્રનગરમાં ફૂડ પોઇઝનિંગ, 30 વિદ્યાર્થિનીઓની તબિયત લથડી
- Adhik Maas Amavasya 2023: આજે અધિકમાસની અમાસ, જાણો આ દિવસે શું કરવું અને શું ન કરવું
- Independence day 2023 : 'તમે મજબૂત સરકાર બનાવી તો મોદીમાં રીફોર્મની હિંમત આવી', લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું સંબોધન
- Chandrayaan-3 Mission ચાંદના દીદાર માટે વધુ નિકટ પહોચ્યુ ચંદ્રયાન, ક્યારે અને ક્યા ઉતરશે ... જાણો ડિટેલ્સ
- VIDEO - શિમલામાં લૈંડસ્લાઈડથી શિવ મંદિર ધરાશાયી, 25-30 લોકો દબાયા હોવાની શંકા
Earthquake in Kutch - વહેલી સવારે કચ્છમાં ભૂકંપના આંચકા, 3.3ની તીવ્રતા, લોકોમાં ફફડાટ
Earthquake in Kutch - કચ્છમાં અવારનવાર નાના ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છમાં ભૂકંપના નાના આંચકા તો સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આજે ફરી કચ્છની ધરતી ધ્રુજી ઉઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારે કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડાદોડી મચી હતી અને લોકો ઊંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડી આવ્યા હતા.
આજે વહેલી સવારે કચ્છની ધરતી ધણધણી ઉઠી હતી. વહેલી સવારે અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ દુધઈથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગત 6 ઓગસ્ટે બનાસકાંઠા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. બનાસકાંઠા પંથકમાં 6 ઓગસ્ટે વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ફટાફટ પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6ની નોંધાઈ હતી. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદૂ રાજસ્થાનના ઝાલોર નજીક નોંધાયું હતું.
