મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 16 ઑગસ્ટ 2023 (13:22 IST)

Banaskantha News - બનાસકાંઠામાં દાદા અને પૌત્રને કાર ચાલકે અડફેટે લેતા બંન્નેના મૃત્યુ

Banaskantha accident
Banaskantha accident
Banaskantha Accident - ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. એવામાં આજ રોજ બુધવારે વધુ 4 અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. જેમાં તાપીના ઉચ્છલ નિઝર રોડ પર બાઈક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા 2 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ-રામજીયાણી પાટિયા પાસે ઉભેલા દાદા અને પૌત્રને કાર ચાલકે અડફેટે લેતા બન્નેના મૃત્યુ નિપજ્યાં છે. તો અન્ય બે અકસ્માતની ઘટના સુરત જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. જેમાં ત્રણથી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ અંગે વિગતવાર વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ-રામજીયાણી પાટીયા દાદા અને પૌત્રનાને ગાડીએ અડફેટે લેતા બંન્નેના મૃત્યુ થયા છે. રાજસ્થાન તરફથી આવી રહેલી ગાડીએ રોડની સાઈડમાં ઉભેલા દાદા અને પૌત્રને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસની ટીમ અકસ્માત સ્થળે દોડી આવી હતી અને પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. સમગ્ર ઘટના ફાર્મ હાઉસમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે.સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે જો પાછળથી આવતી દીકરી થોડી સેંકન્ડો પહેલાં પોતાના પિતા પાસે પહોંચી ગઇ હોત તો તેનો પણ જીવ જઇ શકતો હતો, પરંતું કહે છે કે રામ રાખે તેને કોણ ચાખે એમ એક સેંકન્ડ માટે તે નથી પહોંચતી તો તેને ઇજાઓ થતાં રહી જાય છે. જ્યારે દાદા અને બે પૌત્રને કાર ઉછાળે છે. આમ, દીકરીની નજર સામે જ પિતા અને એક ભત્રીજાને કાળ ભરખી જાય છે.