સંબંધિત સમાચાર
- ગુજરાતમાં કોંગ્રેસ જીતશે તો ફટાકડા પાકિસ્તાનમાં ફૂટશે - વિજય રૂપાણી
- અહેમદ પટેલને સીએમ બનાવવા પાકિસ્તાન સાથે કોંગ્રેસની ગુપ્ત મીટિંગ - મોદી
- 24 કેરેટ સોનાથી મઢેલા આ ઘરમાં રહે છે ડોનાલ્ડ ટ્રમ્પ.. જુઓ વીડિયો
- નોટબંધી પછી હવે મોદી ચેકબંધીના મુડમા ?
- ધોળકાની ખાન મસ્જિદમાં સૂફીની રંગત સાથે સંગીત પ્રેમીઓ આફરીન
પાકિસ્તાન મરીને સૌરાષ્ટ્રના 60 માછીમારોનું 11 બોટ સાથે અપહરણ કર્યું
1
1 બોટ સાથે દરિયામાં માછલી પકડવા ગયેલા સૌરાષ્ટ્રના 60 જેટલા માછીમારોનું પાકિસ્તાની મરીને અપહરણ કરી લીધું છે. આંતરરાષ્ટ્રીય જળસીમાએ બુધવારે રાત્રે 6 બોટનું અપહરણ કરવામાં આવ્યું અને ફરીથી ગુરુવારે વહેલી સવારે 5 બોટનું અપરણ કરાયું હતું. ભારત-પાકિસ્તાનના ખાટા સંબંધોના પગલે અનેકવાર બંને દેશોના માછીમારોની આવી સ્થિતિ થતી હોય છે. એવામાં તેમને જેલમાં ઘણા સમય સુધી બંધ કરી રાખવામાં આવતા હોય છે. જો કે બાદમાં તેને સરકાર દ્વારા જો પગલાં લેવામાં આવે તો બંને દેશો તરફથી અમુક સંખ્યામાં માછીમારોને છોડવામાં આવતા હોય છે, પરંતુ ત્યાં સુધી માછીમારોના પરિવારની સ્થિતિ સમજવી શક્ય નથી. એક તરફ પાકિસ્તાન ભારતની જમીનની સરહદે પણ વારંવાર ગોળીબાર કરીને દેશના જવાનોને ઘાયલ કરી રહ્યું છે અને બીજી તરફ માત્ર પોતાનું ગુજરાન ચલાવવા દરિયામાં નીકળી પડેલા માછીમારોને પણ પાકિસ્તાન દ્વારા અપહરણ કરી લેતા સ્થિતિ ગંભીર બની રહી છે.
