સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (11:36 IST)

અહેમદ પટેલને સીએમ બનાવવા પાકિસ્તાન સાથે કોંગ્રેસની ગુપ્ત મીટિંગ - મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો છે. પાલનપુરમાં રવિવારે રેલીમાં મોદીએ કહ્યું કે- પાકિસ્તાન ગુજરાતની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. મોદીએ દાવો કર્યો કે પાકિસ્તાન સૈન્યના માજી ડીજી અરશદ રફીકે ગુજરાતમાં અહમદ પટેલને મુખ્યમંત્રી બનાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરના ઘરે સિક્રેટ મિટીંગ યોજાઈ છે તેમાં પાક. રાજદૂત, પાક.ના માજી વિદેશ મંત્રી જાય છે. એટલું જ નહીં માજી પીએમ અને માજી ઉપરાષ્ટ્રપતિ સુધીના લોકો ગયા હતા.

આ બેઠક લગભગ ત્રણ કલાક ચાલી હતી.મોદીના આ દાવા બાદ અહમદ પટેલે ટ્વિટ કરી કહ્યું કે આ બધુ ખોટું છે. માત્ર અફવાના આધારે આક્ષેપો લેગાવી રહ્યા છે. તો બીજી બાજુ આનંદ શર્માએ કહ્યું કે મોદી આ મુલાકાત સાબિત કરે અથવા માફી માંગે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર મણીશંકર ઐયરનો મુદ્દો ઉછાળ્યો છે. રવિવારે પાલનપુરમાં રાજકીય ધડાકો કરતાં જણાવ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસના નેતા મણીશંકર ઐયરના ઘરે પાકિસ્તાનના હાઈ કમિશનર, પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશમંત્રી, ભારતના ભૂતપૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હમીદ અન્સારી અને ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની 3 કલાક સુધી મિટિંગ ચાલી અને બીજા જ દિવસે મણીશંકરે મને નીચ કહ્યા. જે તમારુ પણ અપમાન કર્યું છે. અવાજ બેસી ગયો હોઇ તેઓ માત્ર 18 મિનિટ બોલ્યા હતા.પાલનપુરમાં રામપુરા ચોકડી ખાતે યોજાયેલી જનસભાને સંબોધતાં મોદીએ મણીશંકર ઐયરના નીચ શબ્દ પ્રયોગ અંગે વધુ એકવાર હુમલો કરી સવાલ ઉઠાવ્યો કે, ગંભીર બાબત એવી કે પાકિસ્તાનના હાઇકમિશનર સાથે ગુપ્ત મિટિંગ કરવાનું કારણ શું. અને એ પણ જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવતી હોય ત્યારે. પાકિસ્તાનના આર્મીના પૂર્વ ડાયરેકટર ઓફ જનરલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અહેમદ પટેલને બેસાડવા માટે ટેકો કરવાની વાત કરી હોવાનો ખુલાસો કરી અને ગુજરાતની ચૂંટણીમાં પાકિસ્તાનને બોલવાનો શું હક છે તેમ કહી કોંગ્રેસને આડે હાથે લીધી હતી.