સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 ડિસેમ્બર 2017 (12:24 IST)

ગુજરાતની ચૂંટણીનું પરિણામ 2019નું ભવિષ્ય નક્કિ કરશે

ગુજરાતમાં ગુરુવારે બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી એક્ઝિટ પોલનાં તારણો આવી રહ્યાં છે, તમામ એક્ઝિટ પોલ મુજબ છેલ્લાં 22 વર્ષથી સત્તા પર રહેલા ભાજપને ફરી એક વાર વધુ પાંચ વર્ષ માટે સ્પષ્ટ બહુમતી સાથે સત્તા મળી શકે છે. આમ ગુજરાતમાં ફરી ભાજપનો ભગવો લહેરાશે અને કોંગ્રેસને ફાયદો થવા છતાં સત્તા તેના માટે જોજનો દૂર રહેશે તેવું અનુમાન છે. રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ બની રહ્યા છે, અને 2019ની લોકસભા ચૂંટણી હવે વધારે દૂર નથી, ત્યારે ગુજરાતનું પરિણામ 2019માં થનારી ચૂંટણી પર મોટી અસર કરશે તેમ મનાઈ રહ્યું છે. તમામ અગ્રણી મીડિયા સંસ્થાઓના એક્ઝિટ પોલમાં ભાજપાને ગુજરાત અને હિમાચલમાં બહુમત મળતી દેખાય રહી છે.  2019 પહેલાં આ પરિણામ ખૂબ જ અગત્યના સાબિત થઇ શકે છે.જો એક્ઝિટ પોલ જેવા જ બંને રાજ્યોમાં પરિણામ નીકળે છે તો ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ એક મોટી સફળતા હશે. 2019ની લોકસભા ચૂંટણીને જોતા ભાજપાના વિજય રથને રોકવા કૉંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ માટે મોટો પડકાર બની જશે. ગુજરાતમાં પાટીદાર આંદોલન, 22 વર્ષનું શાસન, જીએસટી, અને નોટબંધી જેવા મુદ્દાઓ પર વેપારી વર્ગની નારાજગી બાદ પણ ભાજપા જો મોટી જીત નોંધાવે છે તો પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપાનું કદ વધુ વધી જશે.  રાહુલે ગુજરાત ચૂંટણી દરમિયાન સતત રાજ્યમાં પોતાની સક્રિયતા બનાવી રાખી હતી.