ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (16:02 IST)

પારસી બિનપારસીને પરણેલી મહિલાઓ માટે નિયમો સુધારાયા

સુપ્રીમ કોર્ટના સૂચન બાદ વલસાડની પારસી પંચાયતે એક મહત્વનો નિર્ણય કર્યો છે. પારસી પંચાયતે બિનપારસીને પરણેલી બે પારસી મહિલાઓને અગિયારીમાં પ્રવેશ કરવાની અનુમતિ આપી છે.  પારસી પંચાયતે આ મહિલાઓની તરફેણમાં વધુ એક નિર્ણય લઈ તેમને સ્વજનોના અવસાન વખતે અંતિમ વિધિમાં ટાવર ઓફ સાયલેન્સ (દખમું) માં પણ ઉપસ્થિત રહેવાની મંજૂરી આપી છે. સુપ્રીમ કોર્ટે પારસી સમાજને વધુ પ્રગતિશીલ બનવા માટે સૂચન કર્યુ છે. ગત બોમ્બે હાઈકોર્ટે એવું ઠરાવ્યું હતું કે લગ્ન પછી પત્નીનો ધર્મ તેના પતિના ધર્મમાં ભળી જાય છે.ગુલરોખ ગુપ્તા નામની પારસી મહિલાનો કેસ તેના વતી તેની બહેન શિરાજ કોન્ટ્રાક્ટર પાટોડીયાએ સુપ્રીમ કોર્ટમાં રજૂ કર્યો હતો. પારસી પંચાયતે અગાઉ આવી બિનપારસીને પરણી હોય તેવી પારસી મહિલાઓને અગિયારીમાં પ્રાર્થના કરવા કે પરિવારજનોની અંતિમવિધિમાં, ખાસ તો દખમુંમા હાજર રહેવાની મંજૂરીનો ઈનકાર કરાયો હોવાથી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પારસી સમાજમાં ટાવર ઓફ સાયલેન્સ (દખમું) માં અવસાન પામેલી વ્યક્તિના પાર્થિવ દેહને કૂવામાં લટકાવી દેવામાં આવે છે. પરંપરાઓ મુજબ તો મૃતદેહ ગીધો કે સમડીઓ ખાઈ જાય તેવા હેતુસર તે આ રીતે લટકાવી દેવાય છે.