શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (15:42 IST)

પાટણમાં 109 વર્ષના સાસુને વહુઓએ ખાટલામાં બેસાડીને મતદાન કરાવ્યું

ગુજરાતમાં બીજા તબક્કાનું ચૂંટણી પર્વ ચાલી રહ્યું છે. ત્યારે એવા અનેક મતદારો છે જેમની ઉંમર એક સદી કરતાં પણ વધુ છે. આવા મતદારોએ પણ મતદાન કરીને ચૂંટણી પર્વ ઉજવ્યું હતું. ત્યારે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં એક અજબનો દાખલો જોવા મળ્યો હતો. પાટણના ગોવિંદનગરમાં રહેતા 109 વર્ષના વાદી કુંવરબાને તેમના દિકરાની 4 વહુઓ ખાટલામાં બેસાડીને મતદાન કરવા માટે લઇ ગયા હતા. આ 109 વર્ષના દાદીએ મતદાન કરીને પોતાની આંગળી આગળ કરીને પોતાનો મતદાનનો ઉત્સાહ બતાવ્યો હતો. આજના સમયમાં ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો પોતાના મતદારોને લઈ જવા માટે રીક્ષાઓ કે કોઈ પણ વાહન તૈયાર રાખતાં હોય છે. ત્યારે આ માજીની વહુઓએ ખાટલો જ આખો મતદાન મથક સુધી લઈ જઈને પોતાના સાસુમા ને મતદાન કરાવ્યું હતું.