1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: સોમવાર, 11 ડિસેમ્બર 2017 (11:24 IST)

ભાજપ સરકારને પાડી નથી દેવાની જમીનમાં અઢી ફૂટ ગાડી દેવાની છે. - પાટણમાં હાર્દિક પટેલ

હાર્દિક પટેલે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામે ઉત્તર ક્રાતિ સભાની શરૂઆત કરી છે. મહેસાણા જિલ્લામાં પ્રવેશ પાબંધી ઉપર હાર્દિક પટેલે સરકાર પર પ્રહાર કર્યા અને મારા પર મહેસાણા પ્રવેશ પર પાબંધી હોવા છતા અંદોલન ચાલુ છે. અઢી વર્ષથી ચાલી રહેલા આંદોલનને હવે પાર પાડવાનો સમય આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં 89માંથી 60 સીટો ભાજપ હારી ગઇ છે. અને હવે ઉત્તરની વારી છે. અમીના છાટણા થઇ ગયા છે કુદરતે વરસાદના અમી છાટણાં કરીને કહ્યું છે. કે હવે જીત તમારી થવાની છે.

ભાજપ સરકારને પાડી નથી દેવાની જમીનમાં અઢી ફૂટ ગાડી દેવાની છે. દરેક સમાજના લોકો નાત જાત ભૂલીને ભાજપ ને હરાવી દેવાની તૈયારી કરી દેવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં લાખો લોકોએ મારૂ સ્વાગત કરે છે. કાલે અમદાવાદમાં ફરી જી.એમ.ડી.સી ગ્રાઉન્ડનું સર્જન થશે. મારા એક મિત્રની જેમ કહુ તો મહેસાણા કે સાથ મેરા પુરાના નાતા હે, કહી ને વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા હતા. અનામતની લડાઇ માત્ર 18 તારીખ પુરતી નથી જ્યા સુધી અનામત નહી મલે ત્યા સુધી આ આંદોલન પૂર્ણ નહી થાય. સાહેબની સભામાં ખુરશીઓ ખાલી રહી હતી. ભાજપની ઉત્તરમાં છેલ્લી ચાર સભાઓ ફ્લોપ ગઇ છે. જેનાથી મારી ચિંતા દૂર થઇ છે. પાટીદારોની ખુમારી દેખાવાની છે. પટેલો અને ઠાકોરોથી આ લડાઇ નહીં જીતાય, બધા સમાજને સાથે રાખીને આ લડાઇ જીતવી પડશે. હું ધમકીઓથી ડરતો નથી, 23 વર્ષના આ છોકરાનું કાઇ ઉખાડી ના શક્યા તો તમારું શું ઉખાડી શકશે. લણવાવાસીઓ પાસે સપથ લેવડાવ્યા, હું પાકો ગુજરાતી મા ઉમયાની સોંગદ લઇ ને સપથ લઉ છું જે લોકોએ મારા 14 શહિદો અને મહિલાઓ પર અત્યાચાર કર્યો છે તે લોકોને 14 તારીખે મત આપવા નહીં