સુરતમાં બે બહેનોએ છેલ્લી વાર મતદાન કર્યું, હવે દિક્ષાર્થી બનશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મતદાન મથકો પર મતદારોની લાઈનો લાગી છે. દરમિયાન સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી બે બહેનોએ છેલ્લુ મતદાન કર્યું છે. જે બન્ને બહેનો ત્રણ મહિના બાદ દિક્ષા લેવાની હોવાથી આ છેલ્લુ મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું. રાંદેર વિસ્તારમાં રહેતી દોશી સિમોની તથા સોનિકા મતદાન મથકે મતદાન કરવા પહોંચી હતી.
આ બન્ને બહેનો આગામી 18 માર્ચના રોજ દિક્ષા લઈ રહી છે. બન્ને બહેનો ઢોલ-નગારા સાથે મતદાન મથક પહોંચી હતી. બન્ને બહેનોએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના બાદ દિક્ષા યોજાવવાની છે. જેથી આ અમારું છેલ્લુ મતદાન છે. અને યુવાનોને મતદાન કરવા અપીલ કરી છે. યુવાનોએ મતદાન કરવું જ જોઈએ.