શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: ગુરુવાર, 7 ડિસેમ્બર 2017 (17:07 IST)

નીચ શબ્દનો જવાબ ઈવીએમના બટન દબાવી આપજોઃ સુરતમાં મોદી

ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરના ઈન્રોગેશન સમયે નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર કરેલાં વ્યંગ પર કોંગ્રેસે કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યરે કહ્યું કે, મને લાગે છે કે આ માણસ ઘણો જ નીચ પ્રકારનો છે. તેમાં કોઈજ સભ્યતા નથી અને આવા પ્રસંગે આ પ્રકારનું ગંદા રાજકારણની શું જરૂરિયાત છે. ત્યારે મોદીએ લિંબાયત વિસ્તારના નિલગીરી ગ્રાઉન્ડમાં યોજાયેલી સભામાં કોંગ્રેસના નેતા મણીશંકર ઐય્યરના નીચના નિવેદનનો જવાબ આપ્યો હતો.

મોદીએ કહ્યું કે, હા હું નીચ જાતિમાંથી આવું છું. અમે દલિતો, આદિવાસીઓ , ઓબીસી કોમ્યુનિટીઝ વચ્ચે રહ્યાં છીએ. પરંતુ આવી ભાષા અમે નથી શીખ્યા. પરંતુ નીચ જાતિના કહીને કોંગ્રેસે ગુજરાતનું અપમાન કર્યું છે. જેનો ગુજરાતીઓ આગામી નવમી અને ચૌદમી તારીખે ઈવીએમમાં કમળનું બટન દબાવીને આપશે. મોદીએ મણીશંકર ઐય્યરના નીચના નિવેદન સામે કહ્યું કે, મેં એક પણ એવું કામ એવું નથી કર્યું. છતાં કોંગ્રેસના હતાશ લોકો આપણને નીચ જાતિના કહી રહ્યાં છે તેનો જવાબ કોઈ પણ નિવેદન, ટ્વિટર કે કોઈપણ રીતે ન આપતાં. આપ સૌને વિનંતી છે કે ગુજરાતીઓનું અપમાન કરનારા આ લોકોને આપ સૌ નવમી અને ચૌદમી તારીખે કમળના નિશાન પર બટન દબાવીને રોષ વ્યક્ત કરજો અને સાબિત કરી આપજો કે ગુજરાતીઓને ગાળો આપનારાના કેવા હાલ થાય છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસે દરેક કામને અટકાના, લટકાના અને ભટકાનાથી કામ કર્યું. જેમાં આપણી નર્મદા યોજનાનું કામ અટકાવી ભટકાવી અને લટકાવી રાખ્યું હતું. અમારો સ્કેલ ખૂબ મોટો છે. અમારો મંત્ર છે કે, અમારી સ્કિલ, સ્કેલ અને સ્પીડના મંત્રથી અમારી સરકાર કામ કરે છે. સંડાસનું નામ ઈજ્જત ઘર નામ યુપીમાં આપવામાં આવ્યું છે. જે કોંગ્રેસને ક્યારે નહીં ખબર પડે. કોંગ્રેસ હતાશ અને નિરાશ થઈ ગઈ છે. ચારે બાજુથી સાફ થઈ ગઈ છે.