શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 18 એપ્રિલ 2017 (12:56 IST)

સુરતમાં મોદીની સેલ્ફિ તો રાજકોટમાં વિરાટ કોહલી સાથે, આરસીબીની ટીમ રાજકોટ પહોંચી

રાજકોટ રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમ ગઈકાલ મોડી રાત્રે રાજકોટ આવી પહોંચી હતી.  ટીમની ફલાઈટ અઢી કલાક મોડી આવી હતી આમ છતાં પણ કોહલી બિગ્રેડની ઝલક જોવા રાજકોટના નાગરીકો એરપોર્ટ પર ઊમટી પડ્યા હતા.  બિન્દાસ્ત ગેલે ચાહકોને ખુશ કર્યા હતા. આઇપીએલ સિઝન 10ની રાજકોટમાં મંગળવારે રમાનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા યજમાન ગુજરાત લાયન્સની મેચ હાઇવોલ્ટેજ બની રહેશે. બન્ને ટીમ હાલ કાગળ પર ભારે મજબૂત હોવા છતાં પોઇન્ટ ટેબલમાં સાવ તળિયે છે. આરસીબી 5માંથી ફકત 1 અને ગુજરાત લાયન્સ પણ 4 મેચમાંથી ફક્ત 1 મેચ જીત્યું છે.

જેથી આવતીકાલની મેચમાં બન્ને વચ્ચે જોરદાર જંગ જામશે જે નિશ્ચિત છે. મેચ માટે ક્રિકેટ રસિકોમાં જોરદાર ઉત્તેજના જોવા મળી રહી છે. પોઇન્ટ ટેબલની દૃષ્ટિએ બન્ને ટીમોને ટૂર્નામેન્ટમાં પ્લેઓફમાં સ્થાન માટે કપરા સંઘર્ષની નોબત આવી છે. આરસીબી માટે હવે બાકીની 9 મેચમાંથી 7મેચ જીતવા જરૂરી છે, જ્યારે ગુજરાત લાયન્સની દશા પણ આરસીબી સામેની મેચ નહીં જીતે તો આવી થવાની સંભાવના છે. અગાઉ સેમ્યુલ બદરીની હેટ્રિકને પગલે 143ના લક્ષ્યાંકનો પીછો કરી રહેલું મુંબઇ ઇન્ડિયન્સ એક તબક્કે ફકત 7 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી છતાં મેચ જીતી ગયું અને રવિવારે પણ ધીમી પીચ પર આરસીબીની બેટિંગની પોલ ખૂલી જવા પામી હતી.