શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: શનિવાર, 9 ડિસેમ્બર 2017 (13:46 IST)

રાજકોટમાં સેલિબ્રિટીઓનું મતદાન, ગ્લેમર હિલોળે ચડ્યું

ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ખાસ કરીને સેલિબ્રિટીઓના મતદાનને કેમ ભુલાય. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ તેના પિતા સાથે મતદાન મથક પહોંચીને મતદાન કર્યું હતું. આ વખતની ચૂંટણીના મતદાનમાં રાજકોટનું ગ્લેમર મતદાન મથકો પર જોવા મળ્યું હતું. રાજકોટની યુવતીઓએ પોતાના અંદાજમાં મતદાન કર્યું હતું. તેમજ મતદાન બાદ સેલ્ફી પણ લેતી નજરે પડી રહી હતી.

રાજકોટના તમામ મતદાન મથકો પર યુવાધન ઉમટી પડી મતાદાન કરી રહ્યું છે. તો બીજી તરફ ફોક સિંગર કિર્તીદાન ગઢવીએ પણ મતદાન કરીને ચૂંટણીનો લોકશાહી પર્વ ઉજવ્ચો હતો. ગુજરાતી સંગીતમાં ખૂબજ જાણીતા ગાયક હેમંત ચૌહાણે પણ મતદાન કરીને પરત ફરતી વખતે ગાડીમાં પોતાની સેલ્ફિ પોસ્ટ કરી હતી.