શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017
Written By
Last Modified: મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (15:48 IST)

રાજકોટમાં ચાલુ વરસાદે માયાવતી ગર્જ્યા, લોકો બેનર ઓઢીને પણ બેઠાં

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ રાજકોટમાં સભા સંબોધી હતી. માયાવતીએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપે સામ દામ દંડ ભેદથી સરકાર બનાવી છે, રાજકોટમાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ વરસી રહ્યો છે, તેમ છતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અને પાર્ટીના બેનર ઓઢી માયાવતીની સ્પીચ સાંભળી હતી. ઉત્તર પ્રદેશના બસપા સુપ્રીમો પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ સાંસદ માયાવતી રાજકોટમાં ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા, અહીં તેઓએ રેસકોર્ષ મેદાનમાં સભા સંબોધી હતી.

વરસાદી વાતાવરણ વચ્ચે સભામાં 1000 જેટલા લોકો રહ્યા ઉપસ્થિત રહ્યાં હતા. માયાવતી સભા સંબોધનમાં ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. માયાવતીએ કહ્યું કે દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યા માટે રાજ્યસભામાં મેં રાજીનામુ આપ્યું, બસપા સરકાર આવશે તો ગુજરાતમાં સ્થાનિક સમસ્યા દૂર કરવામાં આવશે, માયાવતીએ GST અને નોટબંધીને લઈ સરકાર પર પ્રહાર કર્યા હતા, તેઓએ કહ્યું કે ચૂંટણી પહેલા અને ચૂંટણી સમયે બધી પાર્ટી ઓપિનિયન પોલ કરશે તેમાં ગુમરાહ ન થવું.