શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 ઑક્ટોબર 2017 (12:29 IST)

પાટણમાં ભાજપની ગૌરવ યાત્રામાં છુટા હાથની મારામારી, નાયબ સીએમ નિતીન પટેલે ભાગવું પડ્યું

ભાજપની નર્મદા યાત્રાનો શો ફ્લોપ થયા બાદ હવે ગૌરવ યાત્રામાં પણ નિષ્ફળતાના પડઘા પડી રહ્યાં છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ભાજપની આ યાત્રાને કોઈ પ્રતિસાદ સાંપડ્યો નથી. પાટણ ખાતે ભાજપની ગૌરવ યાત્રા ત્રણ કલાક મોડી પહોંચી હતી. ત્યાં નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલનું ભાષણ શરૂ થતાં જ ઓડીયન્સમાં બેઠેલા ચાર પાંચ યુવકોએ જય સરદારના નારા લગાવી ખુરશીઓ ઉછાળીને પલીતો ચાંપ્યો હતો. જોકે, પોલીસે દોડી જઇ તરત પકડી લઇ દૂર કરી દીધા હતા. બાદમાં નાયબ મુખ્યમંત્રીએ તેમના આક્રમક વકતવ્યમાં તેઓને દેડકા જણાવી 2017ની ચૂંટણી પછી આ બધા કયાંય જતા રહેશે, જડશે પણ નહીં તેમ કહી જોરદાર ફટકાબાજી કરી હતી. તેઓએ જણાવ્યું કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં જ્યાં ગયા ત્યાં પેટા ચૂંટણી ભાજપાએ જીતી છે અને લોકોએ તેમને તમાચો માર્યો છે. રાહુલ મંદિરે મંદિરે ફરે છે તે માત્ર દેખાડો છે તેવી ઠેકડી ઉડાડી હતી.