સંબંધિત સમાચાર
- તાઉ-તે વાવાઝોડા બાદ ફરીવાર સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠાની આગાહી
- kids knowledge- સૂર્યપ્રકાશમાં કયુ વિટામિન મળે છે અને મજબૂત હોય છે હાડકાઓ જાણો
- યાસ વાવાઝોડાથી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના અસરગ્રસ્ત લોકોને મોરારીબાપુએ પાંચ લાખની સહાય મોકલી
- ખેડૂતોમાં હરખની હેલી, મુખ્યમંત્રીએ જાહેર કર્યુ ૫૦૦ કરોડ રૂપિયાનું ઐતિહાસિક વાવાઝોડા કૃષિ રાહત પેકેજ
- તાઉ-તે વાવાઝોડા બાદ ફરીવાર આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
ગુજરાતમાં વધતી કાળઝાળ ગરમી, વાવાઝોડા, પૂર અને દુકાળ પાછળ જંગલોના વિનાશ, જમીન અને જળ પર અતિક્રમણ જવાબદાર
સીઈઈડબ્લ્યુ નું ગંભીર વિસલેષણ
ગુજરાતમાં વધતી જતી આકરી ગરમી અને કુદરતી આપતિ માટે જંગલોના વિનાશ અને જમીન અને જળસંચય પર અતિક્રમણ જવાબદાર છે, આના કારણે છેલ્લા 50 વર્ષમાં વાવાઝોડા, દુકાળ અને પૂરની ઘટનામાં4 ગણો વધારો થયો છે.છેલ્લા બે દાયકા દરમિયાન અરબી સમુદ્રની સપાટીનું તાપમાન 1.4 ડિગ્રી સેલ્સિયશ જેટલું વધ્યું છે. જેના કારણે પશ્ચિમી કિનારે વાવાઝોડાની ઘટનામાં વધારો થયો છે અને 2018 પછી દર વર્ષે વાવાઝોડું આવી રહ્યું છે.
રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી તાપમાનમાં વધારો થવાની સાથે લોકોને કાળઝાળ ગરમી સહન કરવી પડી રહી છે તાજેતરમાં રાજ્યમાં તાઉતે ચક્રવાતના કારણે ભારે તારાજી સર્જાઈ છે. તેની સાથે જ રાજ્યમાં ક્યારેક દુકાળ તો ક્યારેક પૂરની સ્થિતિ સર્જાય છે.આ તમામ ઘટના પાછળ વાતાવરણમાં થતા માઈક્રોક્લેમેટિક ફેરફારોની સાથે જંગલોનો વિનાશ તેમજ જમીન અને જળસંચય પર અતિક્રમણ જવાબદાર છે.
