શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 મે 2021 (12:10 IST)

હવે સમય પહેલા 31 મેના રોજ જ કેરલમાં આવી શકે છે મૉનસૂન - હવામાન વિભાગ

તાઉતે અને યાસ ચક્રવાતી વાવાઝોડાને કારણે હવામાનમાં થયેલા ફેરફારની વચ્ચે હવે ચોમાસાએ પણ આગમનની તૈયારી કરી લીધી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસુ આ સોમવારે કેરલમાં શરૂ થશે.  ચોમાસું ગુરુવારે  માલદિવ-કોમોરિન ક્ષેત્રના ભાગોમાં, દક્ષિણ-પશ્ચિમ અને પૂર્વ-મધ્ય બંગાળની ખાડી, મોટાભાગના દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડીના મોટાભાગના ક્ષેત્રમાં અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ગુરુવારે આગળ વઘી ગયુ છે. 
 
ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે કેરલમાં 31 મેના રોજ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ થતી જોવા મળી રહી છે. . આઇએમડીના મુજબ કેરલમાં માનસૂનની શરૂઆતની સામાન્ય  તારીખ 1 જૂન છે, પણ યાસને કારણે તે એક દિવસ પહેલા જ આગમન કરી શકે છે.  કેમ કે ચક્રવાત યાસે અરબી સમુદ્ર ઉપર ચોમાસાના પ્રવાહને ખેંચવામાં મદદ કરી હતી.  બીજા તબક્કાના ચોમાસાની આગાહી સાથે સંભવિત નવીનતમ વરસાદની વિગતો આઇએમડી દ્વારા 31 મેના રોજ બહાર પાડવામાં આવશે.
 
ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે ચોમાસું પહોંચવાની બે દિવસ આગળ-પાછળ રહેવાની શક્યતાઓ સાથે 30 મેની શક્યતા જણાવી છે. ચોમાસું પોતાની સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું છે. આંદામાન-નિકોબારના દ્વીપ સમૂહમાં પોતાની નિર્ધારિત તારીખે 21 મેના રોજ પહોંચ્યા બાદ એ સતત ઉત્તરી- પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. એ 24 મેના રોજ શ્રીલંકાના દક્ષિણ કિનારે પહોંચી ચૂક્યું હતું અને બે-ત્રણ દિવસમાં એ ઉત્તર કાંઠા નજીક પહોંચી ચૂક્યું છે.
 
બીજી બાજુ ચક્રવાત યાસ હવે કમજોર પડી ગયુ છે.  પરંતુ તેની અસર બિહાર અને પૂર્વી ઉત્તરપ્રદેશમાં દેખાઈ રહી છે. બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં જોરદાર પવન સાથે સતત વરસાદ પડી રહ્યો છે. સાથે જ ઝારખંડના મધ્ય ભાગોમાં અવસાદ(યાસના અવશેષો) ઉત્તર તરફ વળી ગઈ હતી અને તે રાંચી (ઝારખંડ) થી લગભગ 100 કિમી ઉત્તરમાં અને પટનાથી 150 કિ.મી. દક્ષિણમાં સ્થિત હતી.
 
બિહારમાં યાસના પરિણામ સ્વરૂપ ગુરુવારથી વરસાદ પડી રહ્યો છે અને શુક્રવારે બિહારમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુરુવાર અને શુક્રવારે  પૂર્વી ઉત્તર પ્રદેશમાં, શુક્રવારે બિહારમાં અને આ જ સમયગાળામાં ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદની સંભાવના છે.