1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 એપ્રિલ 2021 (08:40 IST)

હવામાન વિભાગની આગાહી,રાજ્ય માં આગમી 5 દિવસોમાં ગરમી ની પારો 40ડિગ્રી ને પાર પહોંચે તેવી શકયતા

-2 દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ,ગીર,સોમનાથ, પોરબંદર અને રાજકોટ  માં હિટવેવ ની આગાહી
 
રાજ્ય માં ગરમી નો પારો સતત વધી રહયો છે જેને જોઈને લાગે છે કે આ વખતે ઉનાળો આકરો સાબિત થશે . હાલ રાજ્યના મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી થી વધુ તાપમાન જોવા મળે છે જેને લઈને હવામાન વિભાગ એ આગાહી કરી છે જેમાં રાજ્યમાં આવનારા 5 દિવસોમાં ગરમી નો પારો વધી શકે છે.સાથે આવનારા 2 દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છ,ગીર,સોમનાથ, પોરબંદર અને રાજકોટ  માં હિટવેવ ની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યા છે કે ગરમીનો પારો 43 ને પાર કરી શકે છે માટે લોકો ને અપીલ  હહે જરૂર વગર ઘર ની  બહાર ન નીકળે.સાથે રાજ્યના 9  શહેરો માં ગરમી નો પારો આજે 42 ડિગ્રી એ પહોંચ્યો છે જેમાં ભુજ,રાજકોટ, અમરેલી,સુરેન્દ્રનગર, મહુવા, કેશોદ ,અમદાવાદ ,ડીસા અને ગાંધીનગર નો સમાવેશ થાય છે.આવી જ ગરમી જો રહેશે તો આ વખતે ગરમીના પડશે તો શહેરીજનો ને ઘણી તકેદારી રાખવી પડશે