સંબંધિત સમાચાર
- ફોટા- ભારે વરસાદ પછી મુંબઈની યાતાયાત સેવા પ્રભાવિત, આવનાર દિવસો માટે ચેતવણી
- મુંબઈ અને પુણેમાં આફતનો વરસાદ, દિવાલો તૂટી પડતા 22ના મોત, સાર્વજનિક રજા જાહેર
- IND Vs BAN: મિડલ ઓર્ડર અને ઇજાગ્રસ્તોની સમસ્યા વચ્ચે ભારત-બાંગ્લદેશ વચ્ચે ટક્કર
- પત્નીએ શરીર સંબંધ બાંધવાની ના પાડતા પતિએ ગળે ફાંસો ખાઇ કર્યો આપઘાત
- જીએસટીના લીધે રાજ્ય સરકારની તિજોરી ખાલીઃ નિતિનભાઈના નિવેદનથી સવાલો ઉઠ્યાં
અષાઢી બીજથી નર્મદા ડેમનું પાણી ખેતી માટે છોડાશે એવું બજેટ પહેલા નીતિન પટેલે કહ્યું
આજથી વિધાનસભા ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. નાણા પ્રધાન નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. પ્રજાલક્ષી યોજનાઓ જાહેર કરી મધ્યમ વર્ગ અને ખેડૂતોને રીઝવવાના ભાજપ સરકારના પ્રયાસો કરશે. બીજી તરફ, મગફળી કાંડ, કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દાઓ ગજવી સરકારને ઘેરવા કોંગેસ સજ્જ બની છે. કોંગ્રેસે આજે કિસાન યાત્રાનું આયોજન કર્યુ છે તેને પગલે વિધાનસભા ફરતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બજેટ રજૂ કરતાં પહેલા નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ બજેટ નવી દિશાનું વિકાસલક્ષી બજેટ હશે.પ્રજાલક્ષી બજેટ હોવાનું નાણામંત્રીએ સંકેત આપ્યા છે. મોદી સરકારના એજન્ડાને ગુજરાતના બજેટમાં ધ્યાન આપવામાં આવશે તેવું નીતિન પટેલે જણાવ્યું છે. અષાઢી બીજથી નર્મદા બંધના દરવાજા ખોલી કેનાલમાં પાણી છોડવાની શરૂઆત કરીશું. નર્મદા પાણીના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેતરો માટે પાણી છોડવામાં આવશે.
