સંબંધિત સમાચાર
- પબજીની લતે બગાડ્યો સંસાર, પત્નીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
- અમીરગઢ બોર્ડર પર અજાણ્યા શખ્સોનું ફાયરિંગ, એકની અટકાયત
- Crime- ઝગડા પછીએ પતિએ કર્યું કિસ, એક ઝટકામાં પત્નીએ જીભ કાપી
- બાળકે બંગડી-મંગળસૂત્ર પહેરી લગાવ્યું ફંદો, અજીબ રીતે આત્મહત્યા કરવાના કારણ આ તો નહી
- દેહરાદૂનમાં 11 વર્ષના બાળકએ કર્યું ચાર વર્ષની બાળકીથી દુષ્કર્મ
સગીરા સગર્ભા બનતા મા-બાપ સામે જ પોલીસ ફરિયાદ થઈ
અમરેલી પાસેના નાંગધ્રા ગામમાં ખુદ સગા મા-બાપે આર્થિક લાલચમાં પોતાની સગીર પુત્રીને વારંવાર જુદા જુદા માણસો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હોવાની ઘટના ચર્ચામાં આવી છે. એક સગીરાને તેના માતા-પિતાએ અન્ય લોકો સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરતાં તે સગર્ભા બની હતી અને આખરે સગીરાએ પોતાની પાસે અનૈતિક કામ કરાવનાર મા-બાપ સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી છે. સગીરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે છેલ્લા છ માસથી તેના માતા- પિતા ધાક ધમકીઓ આપી તેની પાસે આ અનૈતિક ધંધો કરાવતા હતા. તેના માતા પિતા પૈસા મેળવવા માટે જુદા જુદા લોકો સાથે શરીર સંબંધ બાંધવા માટે તેને મજબૂર કરતા હતાં. જુદા જુદા લોકો સાથે વારંવાર આ રીતે શરીર સંબંધ બાંધવાથી સગીરા ગર્ભવતી બની હતી. જેના કારણે આખરે સગીરાએ ચલાલા પોલીસ મથકે દોડી જઇ માતા-પિતા સામે ફરિયાદ નોંધાવી હતી. ચલાલા પોલીસે હાલમાં આ સગીરાને અમરેલીના મહિલા વિકાસ ગૃહમાં મોકલી આપી છે. પોલીસે સગીરાના માતા પિતા સામે આઈ.પી.સી. કલમ 376, 372, 114 ઉપરાંત પોક્સોની વિવિધ કલમો અને અનૈતિક વેપાર અટકાવવાના ધારાની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
