1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Mid-day Meal New Menu 2026

ગુજરાતમાં મધ્યાહન ભોજનનું મેનુ બદલાયું: 38.50 લાખ વિદ્યાર્થીઓને થશે લાભ

mid day meal
mid day meal
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના અંદાજે 38.50 લાખ વિદ્યાર્થીઓ માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. વર્ષ 1984થી કાર્યરત મધ્યાહન ભોજન યોજનામાં હવે પરંપરાગત સુખડીને સ્થાને ‘શ્રી અન્ન (મિલેટ) સુખડી’ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. 'ફિટ ઈન્ડિયા મુવમેન્ટ' અંતર્ગત લેવાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પ્રોટીન, વિટામિન અને મિનરલ્સથી ભરપૂર પૌષ્ટિક આહાર પૂરો પાડવાનો અને કુપોષણ દૂર કરવાનો છે.
 

નવા મેનુમાં પોષણયુક્ત વાનગીઓનો સમાવેશ
 

મુખ્યમંત્રી અલ્પાહાર (નાસ્તો) યોજનામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ હવે સાપ્તાહિક મેનુમાં પણ વૈવિધ્ય લાવવામાં આવશે. નવી મેનુ રચનામાં મિલેટ એટલે કે જાડા અનાજ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી વિદ્યાર્થીઓને માત્ર પેટ ભરવા માટે નહીં પરંતુ શારીરિક વિકાસ માટે જરૂરી પોષણ મળી રહે. આ ફેરફારથી સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય સ્તરમાં મોટો સુધારો આવવાની અપેક્ષા છે.

મધ્યાહન ભોજન: નવું સાપ્તાહિક નાસ્તાનું મેનુ

વાર નાસ્તાની વાનગી ઘટકો / સામગ્રી
સોમવાર મગ ચાટ મગ, ટામેટા અને ડુંગળી
મંગળવાર વેજીટેબલ પૌઆ પૌઆ, બટેટા, સીંગદાણા અને બીટ
બુધવાર મિક્સ કઠોળ ચાટ મગ, મઠ, ચોળા અને ચણા
ગુરૂવાર શ્રી અન્ન સુખડી મિલેટ (બાજરી/જુવાર) લોટ, ગોળ અને સીંગદાણા
શુક્રવાર વેજીટેબલ ઉપમા રવો, સીંગદાણા અને મિક્સ વેજીટેબલ
શનિવાર વેજીટેબલ પૌઆ પૌઆ, સીંગદાણા અને વિવિધ શાકભાજી
 

યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો અને અમલીકરણ

મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્ર સરકારનો 75% અને રાજ્ય સરકારનો 25% હિસ્સો રહેલો છે. આ યોજના પાછળનો મુખ્ય હેતુ ગરીબ વિદ્યાર્થીઓને શાળા તરફ આકર્ષિત કરવા, તેમની હાજરી વધારવી અને અધવચ્ચેથી અભ્યાસ છોડી દેતા (ડ્રોપઆઉટ) વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો છે. આ ઉપરાંત, સ્થાનિક સ્તરે રસોઈયા અને સહાયકોની નિમણૂક દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રોજગારી પૂરી પાડવાનો પણ સરકારનો ગૌણ ઉદ્દેશ્ય છે.
 
આરોગ્યપ્રદ અને સંતુલિત આહાર પર ભાર
શિક્ષણ વિભાગના આ નિર્ણયને આરોગ્ય નિષ્ણાતો દ્વારા પણ આવકારવામાં આવ્યો છે. મિલેટ આધારિત આહાર પાચન માટે ઉત્તમ છે અને બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. શાળાના દિવસો દરમિયાન સંપૂર્ણ મફત ભોજન પૂરી પાડતી આ યોજના હવે આધુનિક સ્વાસ્થ્ય જરૂરિયાતો મુજબ અપગ્રેડ થઈ છે, જેનાથી બાળકો વર્ગખંડની પ્રવૃત્તિઓમાં વધુ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકશે અને તેમનું શૈક્ષણિક પરિણામ પણ સુધરશે.
 
યોજના પાછળના હેતુ
 
આ યોજનાનો મુખ્ય હેતુ પ્રાથમિક વિદ્યાર્થીઓને ખોરાક પૂરો પાડવાનો હેતુ છે.
બાળકોમાં પોષણ વધારવું-બાળકોને પોષણક્ષમ ભોજન પૂરૂ પાડવું.
સમાજના ગરીબ વિદ્યાર્થીઓને શાળામાં નિયમિત કરવા, હાજરી વધારવા, તેઓને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં આકર્ષિત કરવા અને શાળામાં રસ લેતા કરવા માટે પ્રોત્સાહિત કરવાની યોજના છે.
શાળાઓમાં અધવચ્ચે અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટાડવાનો હેતુ છે.
આ યોજનાનો ગૌણ હેતુ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી પૂરી પાડવાનો છે.
ये भी पढ़ें
સોનિયા ગાંધીની તબિયતમાં સુધારો, સર ગંગા રામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે