સંબંધિત સમાચાર
- Independence Day : PM મોદીએ કરી જાહેરાત દેશના બધા સૈનિક શાળાના બારણા છોકરીઓ માટે ખુલ્યા
- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું નવું સૂત્ર, કહ્યું, ગુજરાતની સ્પર્ધા હવે અન્ય રાજ્યો સાથે નહિ, પણ વિશ્વ સાથે છે
- જે બાળકના ઉછેર માટે પિતાએ બીજા લગ્ન કર્યા તેને જ મારીને સાવકી માએ લાશ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી
- ભૂકંપથી ધ્રૂજ્યો કેરેબિયન દેશ હૈતી, 227 ના મોત, સેંકડો ઘાયલ અથવા ગુમ
- લાલ કિલ્લાથી પીએમ મોદીની જાહેરતા- 75 અઠવાડિયામાં 75 વંદેભારત ટ્રેન દેશના દરેક ખૂણાને જોડાશે
પોલીસ મેડલ માટે ગુજરાત કેડરના IPS અધિકારી, CBIના સંયુક્ત નિદેશક મનોજ શશીધરની પસંદગી
સીબીઆઈના સંયુક્ત નિદેશક મનોજ શશીધર ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે જેમને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે સુરતમાં પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઇમ બ્રાંચના વડા, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડના વડા, રાજકોટમાં આઇજી વગેરે તરીકે સેવા આપી છે. સીબીઆઇમાં સંયુક્ત નિદેશક તરીકે તેમણે એન્ટી કરપ્શન હેડક્વાર્ટર -2, એસઆઇટી અને સિસ્ટમ વિભાગના ઇન્ચાર્જ છે.
તેઓ વિજય માલ્યા કેસ, ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસ, અનિલ દેશમુખ કેસ જેવા કેટલાક કેસો પર નજર રાખી રહ્યા છે અને તેમના વિભાગે કેટલાક મોટા ભ્રષ્ટાચારના કેસો શોધી કાઢ્યા છે. જેમ કે ગુવાહાટીમાં તૈનાત રેલવે એન્જિનિયરનો 1 કરોડનો ટ્રેપ કેસ (સીબીઆઈના ઇતિહાસમાં સૌથી મોટો ટ્રેપ કેસ), અન્ય રેલવે એન્જિનિયર (નિવૃત્ત)નો ટ્રેપ કેસ, જેમાં કરોડોની રોકડ/બેંક જમા ઉપરાંત ટ્રેપ મની અને 25 કિલોથી વધુની સોનાની પટ્ટીઓ મળી આવી હતી.
