1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. With 12 people Auto fell off the bridge

12 લોકો સાથે છકડો પુલથી નીચે ખાબક્યો

12 લોકો સાથે છકડો પુલથી નીચે ખાબક્યો
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના ઈન્દ્રેશ્વર મંદિર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે જયારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે છકડા રિક્ષામાં જતા સમયે ભાણવડ-ખંભાળીયા હાઇવે રોડ ઉપર આવેલ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક રોજીવાળા પાસેની નદી પરના બ્રિજ પરથી અચાનક જ છકડોરિક્ષા પુલની દીવાલ તોડી ધડામ કરતી 25 ફૂટ નીચે પડી હતી. છકડોરિક્ષા પુલ પરથી નીચે ખબકતા રોડ મોતની ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને 8 જેટલા પેસેન્જરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
 
ભાણવડ તાલુકાના જામ રોજીવાળા પાસેના અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને 108ની મારફતે જામનગર તથા ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આગળનો લેખ
Coronation of King Charles - ન્યાય અને દયા સાથે શાસનનું વચન લીધું