ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 મે 2023 (12:34 IST)

3 ભાઈ-બહેનો તળાવમાં ડૂબી જતા મોત

drowned
બનાસકાંઠાનાં સુઇગામ તાલુકાના ઉચોસણ ગામ નજીક આવેલ કાબરીયા નામના તળાવમાં ગામની અસ્મિતા માંદેવભાઈ રબારી, ભૂમિ માંદેવભાઈ રબારી તેમજ પિતરાઈ ભાઈઓ વિષ્ણુ ભલાભાઈ રબારી અને મહેશ ભલાભાઈ રબારી સાથે કપડાં ધોવા માટે ગયા હતા. આ દરમિયાન વિષ્ણુ અને મહેશ બન્ને ભાઈઓ તળાવના કિનારે પાણીમાં ન્હાતા હતા. જેમાં વિષ્ણુ તળાવના ઉડા પાણીમાં જતાં ડૂબવા લાગ્યો હતી ભાઈને ડૂબતાં જોઈ કપડાં ધોઈ રહેલી અસ્મિતા તથા ભૂમિ બંને બહેનોએ ડૂબતા ભાઈને બચાવવા પાણીમાં પડતા ત્રણેય તળાવના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. 
 
આ ઘટના જોઈ નાનકડો મહેશ ગામમાં દોડી આવીને બનાવની જાણ કરતા ગ્રામજનો તળાવ કાંઠે પહોંચ્યા હતા. જ્યાં તરવૈયાઓની મદદથી ઊંડા પાણીમાં ગરકાવ ત્રણેય પિતરાઈ ભાઈ બહેનોના મૃતદેહોને બહાર નિકાળવામાં આવ્યા હતા.