રવિવાર, 21 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શનિવાર, 6 મે 2023 (06:58 IST)

ICC Rankings: પાકિસ્તાન નંબર 1 ટીમ, ODI ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયું આ કારનામુ

pakistan
Pakistan Cricket Team: બાબર આઝમની કેપ્ટનશીપમાં પાકિસ્તાની ટીમ ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. પાકિસ્તાનની ટીમ હાલમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ વનડે સીરીઝ રમી રહી છે. પાકિસ્તાને ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડને 102 રને હરાવ્યું. આ મેચમાં પાકિસ્તાનના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં જીત નોંધાવીને પાકિસ્તાની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે.

 
પાકિસ્તાનની ટીમે રચ્યો  ઈતિહાસ 
ન્યૂઝીલેન્ડ સામેની મેચ જીત્યા બાદ પાકિસ્તાનની ટીમ ICC ODI રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. પાકિસ્તાને ભારત અને ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી દીધું છે. પાકિસ્તાનની ટીમના 113 પોઈન્ટ છે, જે ભારત અને ઓસ્ટ્રેલિયાની બરાબર છે, પરંતુ પાકિસ્તાની ટીમ દશાંશની ગણતરીમાં આગળ છે. પાકિસ્તાન (113.483) અને ઓસ્ટ્રેલિયા (113.286)ને પોઈન્ટ મળ્યા છે. પાકિસ્તાનની ટીમ ODI ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ICC રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
 
બાબર આઝમ બન્યા જીતના હીરો 
પાકિસ્તાન માટે ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં કેપ્ટન બાબર આઝમે શાનદાર રમત બતાવી છે. તેણે ચોથી વનડેમાં તોફાની 107 રનની ઇનિંગ રમી હતી. તેના કારણે જ પાકિસ્તાનની ટીમ વિજય નોંધાવવામાં સફળ રહી હતી. સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમવા ઉપરાંત તે ODI ક્રિકેટમાં સૌથી ઝડપી 5000 રન બનાવનાર બેટ્સમેન પણ બની ગયો છે. તેણે 97 ઇનિંગ્સમાં આ કારનામું કર્યું છે.

 
પાકિસ્તાને જીતી  મેચ 
પાકિસ્તાનની ટીમે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા 334 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી બાબર આઝમે 107 રન, શાન મસૂદે 44 રન અને સલમાન અલીએ 58 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. આ ખેલાડીઓના કારણે જ પાકિસ્તાની ટીમ મેચમાં મોટો સ્કોર કરવામાં સફળ રહી હતી.
 
આ પછી ટારગેટનો પીછો કરવા ઉતરેલી ન્યુઝીલેન્ડની ટીમ ખાસ પ્રદર્શન કરી શકી ન હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે સૌથી વધુ 60 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મોહમ્મદ વસીમ જુનિયરે 3 અને ઉસામા મીરે 4 વિકેટ ઝડપી હતી. આ બોલરોના કારણે સમગ્ર ન્યૂઝીલેન્ડ 50 ઓવર પણ રમી શક્યું ન હતું અને 232 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.