શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (21:44 IST)

બાબર આઝમ પર આવી મુસીબત, સોશિયલ મિડીયા પર લીક થયા પાકિસ્તાની ક્રિકેટરનાં પ્રાઈવેટ Video અને Photos

babar azam
પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ જહાં પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને લઈને સતત વિવાદોમાં રહે છે. અને હવે તે વધુ એક વિવાદમાં ફસાઈ ગયો છે. વાસ્તવમાં બાબરના કેટલાક ખાનગી વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર લીક થયા છે. બાબરનો આવો જ એક વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે એક છોકરી સાથે વાંધાજનક હરકતો કરતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયોને જોઈને અત્યારે ઘણા લોકો એ વાતનો ઈન્કાર કરી શકતા નથી કે તે બાબર આઝમ નથી.
 
રીપોર્ટનું માનીએ તો, પાકિસ્તાની કેપ્ટનના કેટલાક કથિત ખાનગી વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ટ્વિટર પોસ્ટમાં બાબરનો એક યુવતી સાથે કથિત રીતે સેક્સ માણતો વીડિયો અને તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે, ઈન્ડિયા ટીવીએ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી નથી. આ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કન્ટેન્ટ અને INSના રિપોર્ટ અનુસાર આપવામાં આવી રહી છે.
 
સોમવારે સાંજે બાબર આઝમના આ કથિત વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સમાં હલચલ મચાવી દીધી હતી. તેના કેટલાક ફેન્સનો દાવો છે કે તે બાબર વિરુદ્ધ તેની છબી ખરાબ કરવા માટેનું કાવતરું હતું. ટ્વિટર પર પણ #WeStandWithBabar અને #StayStrongerBabarAzam જેવા હેશટેગ્સ પણ ટ્રેન્ડ થવા લાગ્યા છે. સાથે જ  કેટલાક અન્ય લોકો એવું પણ કહે છે કે વિડિયો મોર્ફ કરવામાં આવ્યો છે અને સ્ટાર બેટ્સમેન વિરુદ્ધ જુઠ્ઠું ન ફેલાવવા વિનંતી કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા સામે આવી છે
સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે. એક યુઝરે લખ્યું, બાબરના હોઠની કોઈ હિલચાલ નથી જેનાથી સ્પષ્ટ થાય કે વીડિયો કોઈએ એડિટ કર્યો છે પરંતુ અમે જાણીએ છીએ કે તે એક સારો વ્યક્તિ છે અને આવું શરમજનક કૃત્ય નહીં કરે. અન્ય એક યુઝરે કહ્યું, બાબર આઝમની લીક થયેલી તસવીરને લઈને શું હંગામો છે? તેમજ જો તેમનામાં કોઈ શિષ્ટાચાર બાકી હોય તો લોકોએ તેને ફેલાવવાથી દૂર રહેવું જોઈએ. સાથે જ એક યુઝરે એમ પણ કહ્યું કે, તમે આવું કેવી રીતે કહી શકો? શું તમારી પાસે કોઈ પુરાવો છે? બીજાએ લખ્યું કે, આ ખોટું છે. કોઈના અંગત જીવનમાં દખલ ન કરો, કોણ જાણે કે તે વિડિયો નકલી છે કે નહીં.