બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 17 જાન્યુઆરી 2023 (10:33 IST)

ઋષભ પંતના ફેંસ માટે ખુશખબર, ઘાતક અકસ્માત પછી પહેલીવાર સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ

rishabh pant
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતનો થોડા દિવસ પહેલા જ કાર અકસ્માત થયો હતો. આ ખેલાડીની કાર રૂડકીમાં ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના પછી પંતને ગંભીર ઈજા થઈ હતી. આ કારણે આ ખેલાડી લાંબા સમયથી રમતથી દૂર છે. તે જીવલેણ અકસ્માત બાદ હવે પહેલીવાર રિષભ પંતે સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કર્યું છે.
 
અકસ્માત બાદ ઋષભ પંતની પહેલી પોસ્ટ
કાર અકસ્માત બાદ ઋષભ પંતને ઘણી ઈજા થઈ હતી. તે અકસ્માત પછી પહેલીવાર પંતે સોશિયલ મીડિયા પર કંઈક પોસ્ટ કર્યું છે. પંતે એક ટ્વીટમાં લખ્યું, “મારા દિલથી હું મારા બધા ફેંસ, ટીમના સાથીઓ, ડૉક્ટરો અને ફિઝિયોને પણ તેમની પ્રાર્થના અને પ્રોત્સાહન માટે આભાર માનવા માંગુ છું. તમને બધાને મેદાન પર જોવા માટે ઉત્સુક છુ. 

 
બીસીસીઆઈનો પણ આભાર
આ સિવાય પંતે BCCIનો પણ આભાર માન્યો હતો. તેણે અન્ય ટ્વિટમાં લખ્યું, “હું તમામ સમર્થન અને શુભેચ્છાઓ માટે આભારી છું. મને તમને જણાવતા આનંદ થાય છે કે મારી સર્જરી સફળ રહી છે. પુનઃપ્રાપ્તિનો માર્ગ શરૂ થઈ ગયો છે અને હું આગળના પડકારો માટે તૈયાર છું. BCCI અને જય શાહના સમર્થન બદલ આભાર.

 
વર્લ્ડ કપમાં ઉતરવુ મુશ્કેલ 
અકસ્માત બાદ પંત ઓછામાં ઓછા 6 મહિના સુધી રમતમાંથી બહાર થઈ ગયા છે. ESPNcricinfoના રિપોર્ટ અનુસાર, આ ખેલાડી 2023માં મોટાભાગે  ક્રિકેટથી દૂર જ  રહેવાનો છે. પંતના વર્લ્ડ કપ રમવાના ચાંસ પણ ખૂબ ઓછા છે.