BCCIની મેડિકલ ટીમ ડૉક્ટરોના સીધા સંપર્કમાં, ઋષભ પંતની ઈજાઓની સંપૂર્ણ માહિતી જાહેર કરી  
                                       
                  
                  				  ઋષભ પંતનો શુક્રવારે સવારે દિલ્હી-દેહરાદૂન હાઈવે પર અકસ્માત સર્જાયો છે. બાદમાં તેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
				  										
							
																							
									  
	 
	બીસીસીઆઈએ તેમને પહોંચેલી ઈજા અંગે એક નિવેદન જાહેર કર્યું છે. બીસીસીઆઈના નિવેદન અનુસાર, ઋષભના માથે બે કટ પડ્યા છે. તેમના જમણા ઘૂંટણમાં લિગામૅન્ટ ફાટી ગયા છે અને જમણા કાંડા, પગની ઘૂંટી અને અંગૂઠામાં ઈજા પહોંચી છે.
				  
	 
	આ સિવાય પીઠ છોલાઈ જતાં ઈજા પહોંચી છે. તેમની હાલત સ્થિર છે અને હાલ તેમને દેહરાદૂનની મૅક્સ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, તેમની ઈજાઓનો ક્યાસ મેળવવા માટે એમઆરઆઈ સ્કૅન કરાવવામાં આવશે અને આગળની સારવારની તૈયારી કરવામાં આવશે.
				  																		
											
									  
	 
	બીસીસીઆઈ ઋષભના પરિવારના સતત સંપર્કમાં છે અને તેમની મેડિકલ ટીમ હાલ ઋષભની સારવાર કરી રહેલા તબીબના સીધા સંપર્કમાં છે.