ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (15:57 IST)

પોતાનાં માતાના નિધન બાદ મોદી કાર્યક્રમમાં કહ્યું 'અંગત કારણોથી આવી ન શક્યો, મને માફ કરશો'

ગાંધીનગરમાં પોતાનાં માતા હીરાબહેન મોદીના અંતિમસંસ્કાર બાદ પશ્ચિમ બંગાળમાં વડા પ્રધાન મોદીએ રેલવેના પ્રોજેક્ટના લોકાર્પણ કાર્યક્રમમાં વીડિયો લિંક વડે ભાગ લીધો. કાર્યક્રમને સંબોધતી વખતે તેમણે કહ્યું, "હું આપ સૌ વચ્ચે ઉપસ્થિત રહેવા માગતો હતો, પરંતુ અંગત કારણોસર ન આવી શક્યો."
 
પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શુક્રવારના વડા પ્રધાન મોદીનાં માતાના નિધન પર તેમને આરામ કરવાનું કહ્યું છે.
 
હીરાબેન મોદીએ શુક્રવારના ગુજરાતના અમદાવાદમાં નિધન થયું છે ત્યાર બાદ વડા પ્રધાને ગાંધીનગર પહોંચીને તેમને મુખાગ્નિ આપ્યો હતો.
 
હીરાબહેન મોદીએ શુક્રવારના યુએન મહેતા હૉસ્પિટલમાં નિધન આખરી શ્વાસ લીધો હતો.
 
વડા પ્રધાન મોદીએ પોતાનાં માતા હીરાબહેન મોદીના અંતિમ સંસ્કારમાં સામેલ થયા બાદ તુરંત પશ્ચિમ બંગાળમાં રેલવેના કેટલાક પ્રોજેક્ટના લોકાર્પણમાં ભાગ લીધો હતો.
 
વડા પ્રધાન મોદી આ કાર્યક્રમમાં પોતે ઉપસ્થિત થવાના હતા પરંતુ માતા હીરાબહેન મોદીના નિધન પછી તેઓ આ કાર્યક્રમમાં વીડિયો લિંક વડે જોડાયા હતા.
 
આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજી પણ સામેલ થયાં હતાં.
 
પરંતુ વડા પ્રધાનની હાજરીમાં તેમણે કહ્યું કે, "સર, પ્લીઝ થોડો આરામ કરો, મને નથી ખબર કે હું તમારા પરિજનો અને બાકી લોકો ને પોતાની સંવેદનાઓ કેવી રીતે પ્રકટ કરું કારણ કે માની જગ્યા કોઈ ન લઈ શકે. તમારાં માતા અમારાં માતા જેવાં હતાં."
 
"મને મારાં માતાની યાદ આવી રહી છે. સર, ભગવાન તમને શક્તિ આપે જેથી તમે આગળ વધી શકો. આજનો દિવસ તમારા માટે દુખભર્યો છે. પરંતુ તમે વર્ચ્યુઅલી આવ્યા, આ આદરની વાત છે. તમે તમારા કામથી માતાને શ્રદ્ધાંજલિ આપી છે."