ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (17:54 IST)

ઋષભ પંતના અકસ્માત બાદ ઉર્વશી રૌતેલાએ ઇન્સ્ટાગ્રામ પર શું લખ્યું?

ક્રિકેટર ઋષભ પંત માર્ગઅકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત થયા બાદ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ એક પોસ્ટ શૅર કરી છે, જેની ચર્ચા ચાલી રહી છે. શુક્રવારે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, 'પ્રાર્થના.'
 
જોકે, આ પોસ્ટમાં અભિનેત્રીએ કોઈનું નામ નથી લખ્યું. કેટલાય લોકો આ પોસ્ટનું કનેક્શન પંત સાથે જોડી રહ્યા છે. કેટલાય લોકોએ આ પોસ્ટની કૉમેન્ટમાં પંત માટે પ્રાર્થના પણ કરી છે.
 
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી ઋષભ પંત શુક્રવારે સવારે કારઅકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઋષભની કાર દિલ્હી-દેહરાદૂન હાઈવે પર ડિવાઇડર સાથે અથડાઈ હતી.
 
નોંધનીય છે કે અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન 'મિસ્ટર આરપી'નો ઉલ્લેખ કર્યો હો. જે બાદ ઋષભ અને ઉર્વશી વચ્ચે સોશિયલ મીડિયા પર અણબનાવની વાતો વહેતી થઈ હતી. આ ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ એવો દાવો પણ કર્યો હતો કે 'આરપી'એ દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન એમને મળવા માટે રાહ જોઈ હતી અને તેમને 16-17 મિસ્ડ કૉલ પણ કર્યા હતા. પંતે આ બાદ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી હતી અને સમગ્ર બાબતને 'હાસ્યાસ્પદ' ગણાવી હતી.
 
આ દરમિયાન ગત મહિને ક્રિકેટર શુભમન ગિલે એક ચેટ શોમાં કહ્યું હતું, "ઋષભ પંત તરફથી કંઈ પણ નથી. એ વિચલિત નથી થતો. હકીકતમાં ઉર્વશી ઇચ્છે છે કે કોઈ એને ચીડવે."