સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 30 ડિસેમ્બર 2022 (12:52 IST)

Rishabh Pant Accident Updates: ઋષભ પંતના એક્સીડેંટ પર મોટી અપડેટ, જાણો કેવી રીતે થયુ આ ભયાનક એક્સીડેંટ

rishbha pant
ભારતીય વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત શુક્રવારે સવારે એક ભયાનક દુર્ઘટનાનો શિકાર થઈ ગયા. 30 ડિસેમ્બર 2022ને સવારે લગભગ 5.30 વાગે દિલ્હી -દેહરાદૂન હાઈવે પર તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈને ખરાબ રીતે બળી ગઈ. જેમ તેમ પંતે પોતાનો જીવ બચાવ્યો અને કારમાંથી બહાર નીકળ્યો.  પણ એટલામા પંત સંપૂર્ણ રીતે ઘાયલ થઈ ચુક્યો હતો. તેમને ઘટનાના થોડીવ્વાર પછી દિલ્હી-દેહરાદૂન રોડ સ્થિત સક્ષમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાથી તેમને અન્ય ઉપચાર માટે દેહરાદૂન રેફર કરવામાં આવ્યા. એવુ કહેવાય રહ્યુ છે કે તેમને પ્લાસ્ટિક સર્જરી માટે દિલ્હી પણ લઈ જવાશે. 
 
કેવી રીતે બની દુર્ઘટના ?
 
દુર્ઘટનાની સૂચના મળતા પોલીસ અધીક્ષક હરિદ્વાર દેહાત સ્વપ્ન કિશોર સિંહ ઘટના સ્થળ પર પહોચ્યા. તેમને માહિતી આપતા કહ્યુ કે સવારે 5.30 -6 વાગ્યાની વચ્ચે ક્રિકેટર ઋષભ પંતની કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. આ ઘટના પછી તેઓ ઘાયલ થયા છે અને સારી સારવાર માટે તેમને મૈક્સ દેહરાદૂન શિફ્ટ કરવામાં આવ્યા છે. એસપીએ જણાવ્યુ કે ડ્રાઈવ કરતી વખતે તેમને ઝપકી લાગી  ગઈ હતી. જ્યારબાદ આ દુર્ઘટના થઈ. આ દુર્ઘટના રુડકીના નારસન બોર્ડર પર હમ્મદપુર તળાવ ના નિકટના વળાંક પરની બતાવાય રહી છે. 

 
પ્રત્યક્ષ જોનારાઓના મુજબ ઋષભ પંતની કાર રેલિંગ સાથે અથડાઈ જ્યારબાદ કારમાં આગ લાગી ગઈ. ખૂબ મુશ્કેલીથી આગ પર કાબુ મેળવ્યો. ભારતીય ક્રિકેટર ઋષભ પંત કાર તરફ જઈ રહી હતી.  રુડકીમાં ઋષભ પંતનુ ઘર છે. જ્યારે તેની કાર નારસન કસ્બામાં પહોચી તો કાર બેકાબુ થઈને રેલિંગ અને થાંભલાને તોડતી પલટાઈ  ગઈ. ત્યારબાદ કારમાં આગ લાગી ગઈ. ત્યા સુધી ગ્રામીણ અને પોલીસ ઘટના સ્થળ પર પહોચ્યા. ફાયર બિગ્રેડને સૂચના આપવામાં આવી. ફાયર બિગ્રેડની ગાડીએ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. 


કેવી રીતે બચાવ્યો પંતે પોતાનો જીવ ?
 
તાજી માહિતી મુજબ જ્યારે રિષભ પંતની કાર ડિવાઈડર સાથે અથડાઈ અને સળગવા લાગી ત્યારે તેણે કારની બારીના કાચ તોડી નાખ્યા. કોઈક રીતે પંત બારીમાંથી બહાર આવ્યો અને પોતાનો જીવ બચાવ્યો. પોલીસ અધિક્ષકે કહ્યું કે તેને ઈજા થઈ છે પરંતુ તે ખતરાની બહાર છે. બીજી તરફ સક્ષમ હોસ્પિટલના ડૉ. સુશીલ નાગરે જણાવ્યું કે હાલમાં ઋષભ પંતની હાલત સ્થિર છે, તેમને રૂરકીથી દહેરાદૂન રિફર કરવામાં આવી રહ્યા છે. ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, એક્સ-રે કરવામાં આવ્યો છે અને હાલમાં તેના પગમાં કોઈ ફ્રેક્ચર નથી.

 
સીએમ પુષ્કર સિંહ ધામીનુ નિવેદન 
 
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પંત તેની માતાને સરપ્રાઈઝ આપવા અને પરિવાર સાથે નવું વર્ષ વિતાવવા દિલ્હીથી રૂરકી જઈ રહ્યા હતા. આ દુર્ઘટના બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ અધિકારીઓને રિષભ પંતની યોગ્ય સારવાર માટે તમામ સંભવ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.
ઋષભ પંતના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું કે તેની સારવારનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. એર એમ્બ્યુલન્સની જરૂર પડશે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે.