શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2023
Written By
Last Updated : શુક્રવાર, 24 માર્ચ 2023 (14:11 IST)

IPL 2023 - કોરોનામાં પિતા ગુમાવ્યા, પછી ભાઈએ આપ્યું બલિદાન, હવે IPL ઓકશનમાં કરોડપતિ બની ગયો જમ્મુનો વિવરાંત

vivrant sharma
IPL  ઓકશનને આ વર્ષે ઘણા ખેલાડીઓની કિસ્મત ચમકી છે. ખેલાડીઓ માટે, IPL એ એક પ્લેટફોર્મ છે જે તેમને વિકાસ કરવામાં ઘણી મદદ કરે છે. આ વર્ષે કોચીમાં યોજાયેલી હરાજી દરમિયાન અનેક ઐતિહાસિક બોલીઓ લગાવવામાં આવી હતી. આ હરાજીમાં યુવા ખેલાડીઓનો દબદબો રહ્યો હતો. તમામ ટીમોએ પોતાની ટીમમાં યુવા ખેલાડીઓને સામેલ કરવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આ મિની ઓક્શન બાદ જમ્મુ-કાશ્મીરના એક ખેલાડીની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હરાજી પહેલા ઓલરાઉન્ડર વિવંત શર્માનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે, પરંતુ ક્રિકેટ જગતના લોકો હવે તેના વિશે વાત કરી રહ્યા છે.

 
હકીકતમાં, મિની ઓક્શન દરમિયાન જ્યારે જમ્મુ-કાશ્મીરના આ ખેલાડી પર કરોડોની બોલી લગાવવામાં આવી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જમ્મુ અને કાશ્મીરના સંજોગોમાંથી ઉભરીને આવેલો આ ખેલાડી IPL 2023માં ધૂમ મચાવવા માટે તૈયાર છે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 2.6 કરોડ રૂપિયામાં હરાજી દરમિયાન વિવંત શર્માને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. આ ક્રિકેટર જીવનભર આ ક્ષણ ક્યારેય નહીં ભૂલે. આ ક્ષણ તેમના માટે એટલી ખાસ હતી કે જ્યારે તેમને હરાજીમાં ખરીદવામાં આવ્યો ત્યારે તેણે સૌથી પહેલા તેની માતા અને ભાઈને તેની જાણ કરી. કોઈપણ ખેલાડીને મોટું સ્થાન હાંસલ કરવામાં તેના પરિવારની સૌથી મોટી ભૂમિકા હોય છે. વિવિરંતના પરિવારે તેના માટે કંઈક આવું જ કર્યું.
 
મોટા ભાઈએ પોતાનું સપનું છોડી દીધું અને વિવરાંત માટે આપ્યું બલિદાન 
 
ઉલ્લેખનીય છે કે વિવરાંત  શર્માને ક્રિકેટર બનાવવામાં સૌથી મોટો ફાળો તેમના ભાઈનો હતો. તેના મોટા ભાઈએ વિવરાંત  માટે પોતાના સપના છોડી દીધા. વાસ્તવમાં, વિવરાંતનો મોટો ભાઈ વિક્રાંત પણ ક્રિકેટર હતો, પરંતુ અચાનક સંજોગો બદલાઈ ગયા અને વિવરાંતના પિતાનું કોરોના સમયગાળા દરમિયાન નિધન થઈ ગયું. ઘર ચલાવવા માટે મોટા ભાઈ વિક્રાંતે તેના પિતાનો વ્યવસાય સંભાળ્યો. વિવરાંત ની સફરમાં કોઈ રોક ન લગાવતા તેમના ભાઈએ પોતાના સપના છોડી દીધા.વિવરાંતે પણ તેના મોટા ભાઈને નિરાશ ન કર્યો. પહેલા વર્ષ 2021માં તેને જમ્મુ અને કાશ્મીરની રણજી ટીમ માટે પસંદ કરવામાં આવ્યો હતો અને હવે તેનાં પર IPLમાં કરોડોની બોલી લાગી હતી.
 
કઈક આવું રહ્યું વિવરાંતનું ટી20 કરિયર  
 
વિવરાંત શર્માની કરિયર પર એક નજર કરીએ તો, વર્ષ 2021માં ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યા પછી, તેણે જમ્મુ-કાશ્મીર માટે કુલ નવ T20 મેચ રમી છે, જેમાં તેણે 23.87ની સરેરાશથી 191 રન બનાવ્યા છે. આ સિવાય તેણે બોલ દ્વારા ટીમ માટે કેટલીક વિકેટ પણ લીધી છે. તેણે જમ્મુ અને કાશ્મીર માટે 5.73ના ઇકોનોમી રેટ અને 4/13ના શ્રેષ્ઠ આંકડાથી છ વિકેટ લીધી છે. અગાઉ આઈપીએલમાં તે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માટે નેટમાં બોલિંગ કરતો હતો. જ્યાં તેણે ટીમ મેનેજમેન્ટને પ્રભાવિત કર્યા અને આજે IPLમાં આ ટીમે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.