સંબંધિત સમાચાર
- સ્નાન કર્યા પછી પાણી કેમ ન પીવુ જોઈએ ? જાણો એવા 4 કામ જે સ્નાન કરીને તરત જ ન કરવા જોઈએ
- Shanivar Na Upay: શનિવારે ભૂલથી પણ ન ખરીદશો આ વસ્તુઓ, નહી તો અટકી જશે ઘરની પ્રગતિ
- Doha Diamond League 2023 - નીરજ ચોપડાએ:એ દોહા ડાયમંડ લીગમાં લહેરાવ્યો ત્રિરંગો, જીત સાથે ચેમ્પિયનશિપની કરી શરૂઆત
- ICC ODI Ranking: પાકિસ્તાને વધુ ખુશ થવાની જરૂર નથી, એક જ દિવસમાં છીનવાઈ જશે ODI નંબર વનનું સ્થાન
- ICC Rankings: પાકિસ્તાન નંબર 1 ટીમ, ODI ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત થયું આ કારનામુ
Unseasonal Rain in Gujarat - ગુજરાતમાં ભર ઉનાળે ધોધમાર વરસાદ
Unseasonal Rain in Gujara - વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે પશ્ચિમી વિક્ષોભના કારણે ચાલુ વર્ષ દરમિયાન હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પરથી દૂર થઈ રહી છે માટે કમોસમી વરસાદનું જોર ઘટી જશે. 24 કલાક બાદ રાજ્યમાંથી વાદળછાયું વાતાવરણ પણ દૂર થઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગે વરસાદથી મુક્તિ મળવાની સાથે તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.
River-like scenes were seen on the roads in #Saurashtra #Upleta#Gujarat #rain pic.twitter.com/isFs8HOq4K
— Weatherman Uttam (@Gujarat_weather) May 5, 2023
જામનગરનાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદને લઈને રસ્તાઓ પર વાહનચાલકો મૂંઝાયા હતા. ધોધમાર વરસાદને કારણે ઉનાળુ પાક પર સંકટ મંડરાઇ રહ્યું છે. ભરઉનાળે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
Rainy weather is being seen in Porbandar #Rajkot and #Junagadh areas of #Gujarat#Gujaratweather #rain pic.twitter.com/dyzuMGLrl9
— Weatherman Uttam (@Gujarat_weather) May 5, 2023
ધોરાજીના પાટણ વાવમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો છે. અહીં ભરઉનાળે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં ઐતિહાસિક ઓસમ ડુંગર પરથી ધોધ વહેતો થયો છે. અનરાધાર વરસાદથી ઓસમ ડુંગર પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું
આગળનો લેખ
