ગીતા દત્ત
આકર્ષક દેખાવ, કાળાઘટાટોપ વાળ અને હરણ જેવી આંખો. આપણે વાત કરી રહ્યા છિએ ગાયિકા ગીતા દત્તની નહીં કે કોઈ અભિનેત્રીની. જો કે ગીતા દત્ત કોઈ અભિનેત્રી જેવો જ દેખાવ ધરાવતી હતી. એ વાત જુદી છે કે તેને લઈને બનેલી ફિલ્મ ગૌરી પૂરી બન્યા પહેલા જ પૂરી થઈ ગઈ. પરિણામે ક્યારેક અભિનયક્ષેત્રે પણ હાથ અજમાવનારી ગીતા દત્ત આજે ફિલ્મ રસીકોને માત્ર ગાયીકા તરીકે જ યાદ છે.
1959મા રીલીઝ થયેલી ગુરૂ દત્તની ફિલ્મ વક્ત ને કિયા ક્યા હંસી સિતમ સાંભળતા જ મનમાં જૂની કડવી યાદોના વાદળો છવાઈ જાય. આટલી હદે હ્રદયસ્પર્શી ગીતો ગાવાનો શ્રેય આપવો હોય તો તેની હકદાર ગીતા દત્ત સિવાય બીજી કઈ ગાયિકા હોઈ શકે. ગીતાએ આ ગીત ગાઈને માત્ર ગીતને જ અમર બનાવ્યું એમ નહીં પરંતુ આ ગીત દ્વારા ગીતા પોતે પણ અમર થઈ ગઈ એમ કહેવું વધુ યોગ્ય છે.
1930માં બાંગ્લાદેશના ફરીદપુર ખાતે એક ગરીબ પરીવારમાં જન્મેલી ગીતા કિશોરાવસ્થામાં જ રોજીરોટીની શોધખોળમાં મુંબઈ આવી ગઈ. મુંબઈમાં તેણે પંડિત હનુમાનપ્રસાદના માર્ગદર્શન હેઠળ સંગીતનું શિક્ષણ પ્રાપ્ત કર્યુ.
1946માં હનુમાન પ્રસાદે ગીતાને ગીતાને ફિલ્મ ભક્ત પ્રહલાદમાં એક ગીતની બે પંક્તિઓ ગાવાની તક આપી. તેમની ભલામણથી સચિનદેવ બર્મને 1947માં ફિલ્મ દો ભાઈમાં ગાવાનો ગીતાને મોકો આપ્યો. તે ફિલ્મના ગીત મેરા સુંદર સપના બીત ગયા દ્વારા ગીતા રાતોરાત એક સંઘર્ષ કરી રહેલી ગાયિકામાંથી લોકપ્રિય ગાયિકા બની ગઈ.
તે અરસામાં સુરૈયા, અમીરબાઈ, જોહરાબાઈ, ઉમાદેવી અને શમશાદ બેગમ જેવી ગાયિકાઓ હિન્દી ફિલ્મ સંગીતમાં છવાઈ ચૂકી હતી. આઝાદી પછી નૂરજહાં પાકિસ્તાન ચાલી જતા ફિલ્મ સંગીતમાં ખાલીપો વર્તાયો. જો કે લતા મંગેશકર અને ગીતા દત્તે બહુ જ ટૂંકા ગાળામાં નૂરજહાંની ખોટ પૂરી કરી. આ બંને ગાયિકાઓના આગમનથી સંગીત રસિયાઓ તો જાણે કે નૂરજહાને વિસરી જ ગયા. લતા કોકિલ કંઠી તરીકે જાણીતી બની તો ગીતા તેના ઘાયલ કોયલ જેવા અવાજ દ્વારા છવાઈ ગઈ.
1948-49 સુધી લતા સાથેની હરીફાઈમાં ગીતા દત્ત આગળ હતી. જો કે તે ગાળામાં રીલીઝ થયેલી મહલ, અંદાજ અને બરસાત જેવી ફિલ્મોએ લતાની લોકપ્રિયતામાં અનેકગણો વધારો કર્યો. ઉલ્લેખનીય છે કે લતાથી પાછળ રહી ગયા છતાય 1956માં ફિલ્મ ભાઈભાઈમાં લતાએ ગાયેલા આઠ ગીતો સામે ગીતાએ ગાયેલું એકમાત્ર ગીત એ દિલ મુઝે બતા દે વધુ લોકપ્રિય સાબિત થયું હતુ.
બાઉલ સંગીત, ભટીયાલી સંગીત અને રવીન્દ્ર સંગીતમાં મહારથ ધરાવતી ગીતા દત્તે તેની ગાયિકા તરીકેની કારકિર્દીની શરૂઆતમાં પીડા અને વિરહભર્યા ગીતો દ્વારા ફિલ્મ સંગીત ક્ષેત્રે એક આગવું સ્થાન બનાવ્યું. 1951માં સચિનદેવ બર્મને બાઝી ફિલ્મમાં તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે ગીતમાં ગીતાને માદક અવાજમાં પ્રસ્તુત કરી.
પચીસ વર્ષની સંગીતમય કારકિર્દીમાં ગીતાએ તેના સમયના અગ્રગણ્ય સંગીતકારો સાથે કામ કર્યુ. તેમાંથી ઓ.પી.નૈયર અને સચિનદેવ બર્મને ગીતાના અવાજને નીખારવામાં સૌથી વધુ યોગદાન આપ્યું. ગીતાએ તેના સમયની અનેક અભિનેત્રીઓ માટે ગીતો ગાયા. જો કે મીનાકુમારી, વહીદા રહેમાન અને મધુબાલા સાથે તેના અવાજનો સમન્વય સૌથી સારો રહ્યો.
1952માં ફિલ્મ જાલના ગીતોની રેકોર્ડીંગ દરમિયના ગુરૂદત્ત ગીતાના સૌંદર્યથી આકર્ષાયા. 22 મે 1953ના રોજ ગીતા અને ગુરૂદત્ત પરિણયસૂત્રમાં બંધાયા. જો કે લગ્ન પછી ગીતાએ માત્ર ગુરૂદત્તની ફિલ્મોમાં જ ગીતો ગાવાનું ચાલુ રાખ્યું. ગીતાના આ નિર્ણયને લીધે સચિનદેવ બર્મન અને ઓ.પી.નૈયરે ગીતાનો વિકલ્પ શોધવા મજબૂર થવું પડ્યું. પરિણામે ફિલ્મ જગતને આશા ભોંસલે સ્વરૂપે એક નવોદિત ગાયિકા મળી.
દરમિયાન 1956માં સી.આઈ.ડી. ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં વહીદા રહેમાન નામની એક નવોદિત અભિનેત્રીનો પણ ઉદય થયો. વહીદાના આગમનથી ગીતાનું લગ્નજીવન ભંગાણને આરે આવી ગયું. વહીદા પ્રેમમાં ઘેલા ગુરૂદત્ત ધીમેધીમે ગીતાથી દૂર થતા ગયા.
ગુરૂદત્તે પોતાનું લગ્નજીવન બચાવવા તેમણે ગીતાને અભિનેત્રી તરીકે લઈને ગૌરી ફિલ્મ બનાવવાનો નિર્ણય લીધો. પણ ગીતા સાથેના આંતરિક મતભેદોના લીધે ગૌરી ફિલ્મનું નિર્માણ કાર્ય પૂરૂં ન થઈ શક્યું. આ ઓછું હોય તેમ 10 ઓક્ટોબર 1964ના રોજ ગીતા દત્તના પતિ ગુરૂદત્તે આત્મહત્યા કરી લેતા તેના પર મુશીબતોનો પહાડ તૂટી પડ્યો.
પરંતુ ગીતા તેનાથી જરાય વિચલીત ન થઈ. તેણે ફિલ્મી દુનિયા સાથેનો તેનો સંબંધ જાળવી રાખ્યો તેના પરિણામે 1967માં ફિલ્મ બંગલામાં ગીતાની અભિનેત્રી બનવાની ઈચ્છા પૂરી થઈ.
ગીતાએ ગાયેલા ગીતોમાંથી વક્તને કિયા ક્યા હસીં સિતમ, ન જાઓ સૈંયા છૂડાકે બૈંયા, આજ સજન મોહે, કૈસે કોઈ જીયે ગીતો સૌથી વધુ લોકપ્રિય નીવડ્યા. ગીતાની મદિરાપાનની આદતે તેને માનસિક અને શારીરિક રીતે ક્ષીણ કરી નાંખી. માત્ર 42 વર્ષની ઉંમરે 20 જૂલાઈ 1972ના રોજ ગીતાએ હરહંમેશ માટે આ દુનિયામાંથી વિદાય લીધી