1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ/ હેલ્થ ટિપ્સ ગુજરાતી
  4. Constipation Relief Drinks

કબજીયાતથી છો પરેશાન ? જાણો 5 નેચરલ ડ્રિન્ક્સ જે તમારી સમસ્યા કરશે દૂર

Constipation
નિયમિત રૂપે પેટ સાફ થવું એ  સારા સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે. જો કે, જો તમારૂ પેટ સાફ નથી રહેતું તો   અને તમે કબજિયાતથી પીડાતા હોય, તો કબજિયાતને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે તમારા આહારમાં ડૉક્ટર દ્વારા ભલામણ કરાયેલ આ પીણાંનો સમાવેશ કરો.

 
કેટલાક લોકોના પેટ કુદરતી રીતે સાફ થતા નથી, જેના કારણે ઘણીવાર કબજિયાત અને પેટનું ફૂલવું (bloating) જેવી સમસ્યાઓ થાય છે. જો તમે પણ કબજિયાતથી પીડાઈ રહ્યા છો, તો તેને નિયંત્રિત કરવા માટે તમે કેટલાક ખાસ પીણાંને તમારા આહારમાં સામેલ કરી શકો છો. હેલ્થ એક્સપર્ટએ પાંચ કુદરતી પીણાંની યાદી જણાવી છે, જે પેટને કુદરતી રીતે સાફ કરવામાં અને કબજિયાતમાંથી રાહત અપાવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
 
 

આ 5 પીણાં કબજિયાતમાં રાહત આપશે:

 
ચિયા ફ્રેસ્કા: તે ફેન્સી લાગે છે, પરંતુ ચિયા ફ્રેસ્કા એક કુદરતી ઉર્જા પીણું છે જે પેટ નાં ઓવરઓલ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. આ પીણું એક ચમચી ચિયા બીજ, એક ગ્લાસ પાણી, કાકડીના ટુકડા અને ફુદીનાથી બનાવવામાં આવે છે. ચિયા બીજને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે, કાકડીના ટુકડા અને ફુદીનો ઉમેરો. તેને 10 થી 15 મિનિટ સુધી પલાળવા દો, અને અંતે, થોડો લીંબુનો રસ ઉમેરો.
 
સોર્બીટોલ જ્યુસ: સોર્બીટોલ એ ખાંડનો આલ્કોહોલ છે જે કુદરતી રીતે આલુ, નાસપતી અને સફરજન જેવા ફળોમાં જોવા મળે છે. ડોકટરો કહે છે કે સોર્બીટોલ ધરાવતા ફળોના રસ તમારા આંતરડાને સાફ કરવામાં મદદ કરવા માટે એક ઉત્તમ પૂરક છે. તમે તેને શોટ તરીકે લઈ શકો છો.
 
હર્બલ ટી: ગરમ પાણી પેટ સાફ કરવામાં મદદ કરે છે.  આ માટે વિશેષજ્ઞ સેના (senna)  ધરાવતી ચાનું સૂચન કરે છે, પરંતુ તેઓ તેનો વ્યસની ન થાય તે માટે તેને સીમિત માત્રામાં વાપરવા માટે ચેતવણી આપે છે. તમને જણાવી દઈએ કે, સેના કુદરતી રીતે બનતું રેચક છે જેનો ઉપયોગ કબજિયાતથી રાહત મેળવવા માટે થાય છે.
 
કેફિર બેરી સ્મૂધી: કેફિર એ પ્રોબાયોટીક્સથી ભરપૂર ફરમેટેડ મિલ્ક ડ્રીંક છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. જ્યારે આને  એન્ટીઑકિસડન્ટથી ભરપૂર બેરી સાથે ભેળવીને સ્મૂધી બનાવવામાં આવે છે, ત્યારે તે પોષક તત્વોનું પાવરહાઉસ બની જાય છે.   "પોષક તત્વોથી ભરપૂર ફાઈબર શેક માટે, એક ચમચી સાઈલિયમ, ફ્લેક્સ સીડ્સ અથવા અળસીના બીજ ઉમેરો,"  

કેફીનયુક્ત પીણાં:  કેફીન ગેસ્ટ્રોકોલિક રિફ્લેક્સને ઉત્તેજિત કરે છે, જે આંતરડાની ગતિમાં મદદ કરે છે.
About Writer
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... બધા વાંચો