સંબંધિત સમાચાર
- Chabeel Drink- પંજાબનું આ પરંપરાગત ઠંડુ પીણું ગરમીથી રાહત આપે છે
- નાસ્તામાં મેગી બ્રેડ ઓમેલેટ બનાવો, એક એવો સ્વાદ જેનો સ્વાદ દરેકને રેસીપી પૂછવા માટે મજબૂર કરી દેશે.
- Fathers Day Special Recipe- ફાધર્સ ડે માટે સ્વાદિષ્ટ શુગર ફ્રી લાડુ બનાવો.
- શું તમે દહીં કબાબ ટ્રાય કર્યા છે? આ રીતે બનાવશો તો વારંવાર ખાવાનું મન કરશે!
- કરકરું, ચટપટું અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી ચવાણું તૈયાર
કાઠિયાવાડી કારેલાનું શાક
સામગ્રી:
કારેલા: 250 ગ્રામ (નાના અને પાતળા)સ્ટફિંગ માટે:
1/2 કપ સીંગદાણાનો ભૂકો,
2 ચમચી તલ
2 ચમચી બેસન (શેકેલું)
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણાજીરું
1/2 ચમચી હળદર
સ્વાદાનુસાર મીઠું
ખટાશ અને ગળપણ: 1 ચમચી આમચૂર પાવડર (કે લીંબુનો રસ) અને
2 ચમચી ગોળ કે ખાંડ
વઘાર માટે:
3 ચમચી તેલ,
1/2 ચમચી રાઈ,
1/2ચમચી જીરું
ચપટી હિંગબનાવવાની રીત:
1. કારેલાને બરાબર ધોઈને બંને બાજુથી કાપી લો. વચ્ચે ઊભો ચીરો મૂકીને તેના બી કાઢી લો.
2. કારેલા કડવા ન લાગે માટે અંદર થોડું મીઠું અને હળદર લગાવીને ૧૦ મિનિટ રાખી દો. ત્યારબાદ તેને પાણીથી ધોઈને કોરા કરી લો.
3. એક બાઉલમાં સીંગદાણા, તલ, બેસન, બધા જ મસાલા (મરચું, હળદર, ધાણાજીરું, મીઠું), ગોળ અને આમચૂર પાવડર મિક્સ કરી લો. આ મસાલામાં ૨ ચમચી તેલ ઉમેરીને ભીનો મસાલો તૈયાર કરો.
4. તૈયાર કરેલા મસાલાને કારેલાની અંદર બરાબર ભરીને દબાવી દો.
5. કુકરમાં અથવા કડાઈમાં ૩ ચમચી તેલ ગરમ કરો. તેમાં રાઈ, જીરું અને હિંગનો વઘાર કરો.
6. હવે ભરેલા કારેલા કુકરમાં ઉમેરો અને વધેલો મસાલો પણ અંદર નાખી દો.
7. અડધો કપ પાણી છાંટીને કુકરનું ઢાંકણ બંધ કરો. મધ્યમ આંચ પર ૨ થી ૩ સીટી વગાડો. (કુકર ન વાપરવું હોય તો કડાઈમાં ધીમી આંચ પર ઢાંકીને ચઢવા દો).
8. શાક બરાબર ચઢી જાય અને તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરો.આ ચટાકેદાર કાઠિયાવાડી કારેલાનું શાક ગરમાગરમ રોટલી, ભાખરી કે બાજરાના રોટલા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.