સંબંધિત સમાચાર
- કાઠિયાવાડી કારેલાનું શાક
- વરસાદની મોસમ માટે મજેદાર નાસ્તો: મસાલા કોર્ન પકોડા
- Chabeel Drink- પંજાબનું આ પરંપરાગત ઠંડુ પીણું ગરમીથી રાહત આપે છે
- નાસ્તામાં મેગી બ્રેડ ઓમેલેટ બનાવો, એક એવો સ્વાદ જેનો સ્વાદ દરેકને રેસીપી પૂછવા માટે મજબૂર કરી દેશે.
- Fathers Day Special Recipe- ફાધર્સ ડે માટે સ્વાદિષ્ટ શુગર ફ્રી લાડુ બનાવો.
કાઠિયાવાડી ગાંઠિયાનું શાક
Ganthiya Nu shak recipe
કાઠિયાવાડની પ્રખ્યાત અને સરળ વાનગીઓમાં ગાંઠિયાનું શાક ખૂબ લોકપ્રિય છે. અચાનક મહેમાન આવે અથવા ઘરે શાક ન હોય ત્યારે આ ઝટપટ બની જતું સ્વાદિષ્ટ શાક શ્રેષ્ઠ વિકલ્પ છે.
સામગ્રી
200 ગ્રામ જાડા ગાંઠિયા
2 ટામેટાં (ઝીણાં સમારેલા)
2 લીલા મરચાં (સમારેલા)
1 ચમચી આદુ-લસણની પેસ્ટ
1/2 ચમચી રાઈ
1/2 ચમચી જીરું
1/4 ચમચી હળદર
1 ચમચી લાલ મરચું પાવડર
1 ચમચી ધાણા-જીરું પાવડર
મીઠું સ્વાદ મુજબ
2 ચમચી તેલ
લીલું ધાણું સજાવટ માટે
2 કપ પાણી
ALSO READ: કાઠિયાવાડી કારેલાનું શાક
બનાવવાની રીત
કડાઈમાં તેલ ગરમ કરીને રાઈ અને જીરાનો વઘાર કરો.
તેમાં લીલા મરચાં અને આદુ-લસણની પેસ્ટ ઉમેરીને સાંતળો.
હવે સમારેલા ટામેટાં ઉમેરો અને નરમ થાય ત્યાં સુધી ચડવા દો.
ત્યારબાદ હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાવડર અને મીઠું ઉમેરી મસાલો તૈયાર કરો.
મસાલામાં પાણી ઉમેરી 2-3 મિનિટ ઉકળવા દો.
છેલ્લે ગાંઠિયા ઉમેરી 2 મિનિટ સુધી હલાવો.
ઉપરથી લીલું ધાણું ભભરાવી ગરમાગરમ સર્વ કરો.