હેપી બર્થ ડે અમિતાભ . ..
|
અતુલનીય ઈચ્છશક્તિ અને ઉત્સાહથી લબરેજ 66 વર્ષીય યુવા અમિતાભનુ કામ પ્રત્યે સમર્પણનો અંદાજ તેના પરથી જ લગાવી શકાય છે કે આજે પણ તે સેટ્સ પર સમય પર પહોંચી જાય છે, પછી ભલે ને સ્ક્રિપ્ટ સવારે પાંચ વાગ્યાની કેમ ન હોય. આ વયને લોકો રિટાયરમેંટની વય માને છે, પણ અમિતાભ નવો ઈતિહાસ રચી રહ્યા છે. તેઓ યુવા કલાકારોની સાથે દુનિયાભરમાં ફરીને અનફર્ગટેબલ ટૂર કરી રહ્યા છે. યુવાઓની ભાષામાં જ બ્લોગન માધ્યમથી ફેંસની સાથે સંવાદો કાયમ કરી રહ્યા છે. બિગ બી સાચે જ એટલા બિગ છે કે તેમના જીવન પર પુસ્તક લખી શકાય છે. અમે અમારા પાઠકો માટે રજૂ કરી રહ્યા છે તેમના જીવનના સાથે સંકળાયેલ કેટલીક મજેદાર વાતો.
અઢી કલાકમાં ન્યાય - અમિતાભ બચ્ચન 1985માં ફિલ્મ ફેસ્ટિવલ માટે રૂસ ગયા હતા, ત્યાં તેમણે વિશેષ અતિથિના રૂપમાં બોલાવવામાં આવ્યા હતા. જતા પહેલ તેમના પિતા હરિવંશરાય બચ્ચનને પૂછવામાં આવ્યુ અહ્તુ કે લોકો સિનેમના આટલા ધેલા કેમ છે ? કદાચ તેઓ રૂસ જતા પહેલા આ સમજવા માંગતા હતા. તેમણે ખબર હતી કે ત્યાં આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવી શકે છે. હરિવંશરાય બચ્ચને જવાબ આપ્યો કે લોકોને જીંદગીભર રાહ જોવા છતાં ન્યાય નથી મળતો, પણ સિનેમાના માધ્યમથી તેઓ અઢી કલાકમાં જ ન્યાય મેળવી લે છે. આ જવાબ અમિતાભે પણ મોસ્કો ટીવી પર આપ્યો હતો.
ચસ્કો જલેબીનો - અમિતાભ જ્યારે માત્ર 12 વર્ષના હતા, ત્યારે ઈલાહાબાદમાં રોજ પોતાના પિતાની સાથે સવારના સમયે લટાર મારવા ગંગા નદિના કિનારે જતા હતા. પિત હરિવંશરાય બચ્ચન પુત્રને જીવન વિશે સમજાવતા હતા, જે તેમને પૂરી રીતે સમજાતુ નહોતુ. પણ તેમને એક વાત કાયમ યાદ રહે છે. એ કે મુન્ના એક વાત યાદ રાખજે જીવન જો પોતાના મનમુજબનું થઈ જાય તો સારુ, અને ન હોય તો તેનાથી પણ વધુ સારુ. કદી કદી તેઓ ગંઆ નદીમાં નહાતા અને પાછા ફરતી વખતે ગરમાગરમ જલેબી પણ ખરીદી લાવતા હતા.
કામ આવ્યુ કોયલા ડિપાર્ટમેંટની કલર્કગીરી - શેરવુડ સ્કૂલમાં ભણતર કર્યા પછી અમિતાભે જેમ તેમ કરીને સ્નાતક કર્યુ અને પછી કલકત્તા નોકરી શોધવા પહોંચી ગયા. રોજનું છાપુ વાંચીને અરજી આપવા જવુ એ એમનુ રોજનું કામ હતુ. ઘણા સમય પછી તેમણે બર્ડ એંડ હિલ્જર્સમાં નોકરી મળી ગઈ હતી. આ પહેલી નોકરી હતી જેમા તેમણે મહિનાના 470 રૂપિયા પગાર મળતો હતો. કંપનીના કોલ ડિપાર્ટમેંટમાં તેમને મૂકવામાં આવ્યા હતા અને કંપનીનુ કામકાજ સમજવા તેમણે ધનબાદ, આસનસોલ, હજારીબાગમાં મોકલવામાં આવ્યા. અહીં એક મશીન પાસે તેઓ દુર્ધટના ગ્રસ્ત થતા બચી ગયા. તેમણે પોતાની સામે જ બે મજૂરોને દબાતાં જોયા હતા. કોલસાને ખાણનો આ અનુભવ અમિતાભને 'કાલા પત્થર' કરતા સમયે કામ આવ્યો, જ્યારે સ્ક્રિપ્ટ લખતી વખતે તેમણે સલીમ-જાવેદ તેમની સલાહ લેતા હતા.
બે દિવસ બેંચ પર - મુંબઈમાં સંઘર્ષ કરતી વેળાએ અમિતાભે બે દિવસ બેંચ પર વિતાવ્યા હતા, અને પૈસાની તંગી હોવાને કારણે રાત્રે બર્લીની સિટી બેકરીમાં બિસ્કીટ ખરીદવા જતા હતા, કારણ કે રાત્રે બિસ્કીટ સસ્તા મળતા હતા.
રાજેશ ખન્નાને જોઈ લઈશ - ફિલ્મ 'આનંદ'માં તક મળ્યા પછી અમિતાભને એ વાતની વધુ ખુશી હતી કે રાજેશ ખન્ના સાથે કામ કરવા મળશે અને તેઓ રાજેશ ખન્નાને નજરો નજર જોઈ શકશે, કારણ કે તે સમયે રાજેશ ખન્ના સુપરસ્ટાર હતા.
જીતેન્દ્ર કરતા સસ્તા અમિતાભ - ફિલ્મ 'બોમ્બે ટુ ગોવા'માં પહેલા જીતેન્દ્રને લેવામાં આવ્યા હતા. તે સમયે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એવો નિયમ હતો કે એક હીરો એક સાથે 6 થી વધુ ફિલ્મો નથી કરી શકતો. જીતેન્દ્ર 6 ફિલ્મો કરી રહ્યા હતા. અમિતાભને આ વાતની જાણ થઈ તો તેઓ તેમણે પોતાની તરફથી ફિલ્મ મેળવવાના પ્રયત્નો કર્યા. ફિલ્મનુ નિર્માણ મહેમૂદના હાથમાં હતુ, મેહમૂદે અમિતાભને પૂછ્યુ કે તમને ડાંસ આવડે છે, અમિતાભે કહ્યુ કે થોડો આવડે છે થોડો સીખી લઈશ. અમિતાભે ડાંસ કરી બતાવ્યો, મહેમૂદને તેમનો ડાંસ તો ન ગમ્યો પણ એવુ લાગ્યુ કે તેમનામાં તાલની સમજ છે. આ ફિલ્મ માટે અમિતાભને ફક્ત સાડા સાત હજાર રૂપિયા મળ્યા જ્યારે કે જીતેન્દ્રનો રેટ 3 લાખ રૂપિયા હતો.
લોકપ્રિયતાનો પહેલો સ્વાદ - ફિલ્મ 'જંજીર'ની મુંબઈમાં સફળતા પછી અમિતાભ અને જયા કલત્તા ગયા હતા. પણ ટોકિઝમાં પહોંચ્યા પછી દર્શકો પ્રાણને જોવા આતુર હતા, આ જોઈને અમિતાભ ટેંશનમાં આવી ગયા. પ્રકાશ મહેરાએ તેમને ધીરજ રાખવા કહ્યુ. ત્રણ શો પછી જે હોટલમાં બધા કલાકાર રોકાયા હતા તેની બહાર 2 હજાર લોકોની ભીડ એકઠી થઈ હતી. બધા કહી રહ્યા હતા 'વી વોંટ અમિતાભ'. આ જોઈને બચ્ચનની આંખમાં આસુ આવી ગયા હતા.
'શોલે'નો અંત બદલો - ફિલ્મ 'શોલે' જ્યારે રિલીજ થઈ, તો પહેલા દિવસે ખૂબ જ ખરાબ રિપોર્ટ આવી હતી. રમેશ સિપ્પી અને જીપી સિપ્પી પોતાને સાથે સલીમ-જાવેદને લઈને અમિતાભની ઘરે પહોંચ્યા અને કહ્યુ કે ફિલ્મનો અંત બદલવો પડશે. અમિતાભને જીવતો બતાવવો પડશે. બધી તૈયારી થઈ ગઈ હતી. એ પણ તૈયારી થઈ ગઈ હતી કે સમગ્ર ફિલ્મ યુનિટને હવાઈ જહાજ દ્વારા બેંગલોર લઈ જવામાં આવશે અને ક્લાઈમેક્સનું શૂટિંગ થશે. બે દિવસ પછી ફિલ્મની રિપોર્ટ સારી આવવા લાગી અને પછી તો ફિલ્મ સુપર-ડુપર હિટ થઈ ગઈ. પછી તો અંત બદલવાની જરૂર જ ક્યાં હતી ?
દરેક સમયે દારૂડિયા જેવા - 'શરાબી' ફિલ્મના શૂંટિગ વેળાએ તેઓ દરેક ઘડીએ એવા લાગતા હતા કે જાણે તેમણે દારૂ પી રાખી છે. પછી તે ભલે મેકઅપ રૂમમાં હોય કે અન્ય કોઈ સ્થળે. તેઓ દારૂડિયા જેવા જ લાગતા હતા. પ્રકાશ મેહરાને પણ એવુ જ લાગતુ હતુ, પણ અસલિયત તો એ છે કે તેમણે તે સમય સુધી તો દારૂ પીવાંનુ બિલકુલ છોડી દીધુ હતુ.
આજના અમિતાભ - આજના સમયની વાત કરીએ તો અમિતાભા આજે પણ રોજ જીમ જાય છે અને તેઓ બધા જ કામ કરે છે, જે એક યુવા કલાકાર કરે છે. અમિતાભની જીવની જોતા કહેવાનું મન થાય છે કે 'લાગ્યા રહો અમિતાભ, હજુ તો આગળ ઘણા મુકામે પહોંચવાનુ છે'.