Sunday Special Recipe- સ્વાદિષ્ટ પંજાબી મસાલા પુલાવ
Punjabi Masala Pulao Recipe)
જો તમે રોજના ભાતથી કંઈક અલગ અને મસાલેદાર બનાવવું હોય, તો પંજાબી મસાલા પુલાવ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. શાકભાજી અને સુગંધિત મસાલાથી ભરપૂર આ પુલાવ લંચ કે ડિનર માટે પરફેક્ટ છે.
સામગ્રી
બાસમતી ચોખા – 2 કપ (30 મિનિટ પલાળેલા)
ડુંગળી – 2 (પાતળી સમારેલી)
ટમેટાં – 2 (સમારેલા)
ગાજર – 1 (સમારેલું)
વટાણા – ½ કપ
કેપ્સિકમ – 1 (સમારેલું)
ફણસી – ½ કપ (સમારેલી)
આદુ-લસણની પેસ્ટ – 1 ચમચી
લીલા મરચાં – 2 (ચીરેલા)
જીરું – 1 ચમચી
તેજપાન – 2
લવિંગ – 4
તજ – 1 ઇંચ
એલચી – 2
હળદર – ¼ ચમચી
લાલ મરચું પાઉડર – 1 ચમચી
ધાણા-જીરું પાઉડર – 1 ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
ઘી અથવા તેલ – 2 ચમચી
કોથમીર – સજાવટ માટે
પાણી – 4 કપ
બનાવવાની રીત
એક કુકર અથવા ભારે તળિયાવાળા વાસણમાં ઘી અથવા તેલ ગરમ કરો.
તેમાં જીરું, તેજપાન, લવિંગ, તજ અને એલચી ઉમેરીને સુગંધ આવે ત્યાં સુધી સાંતળો.
હવે સમારેલી ડુંગળી ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી એક મિનિટ સુધી શેકો.
હવે ટમેટાં ઉમેરી નરમ થાય ત્યાં સુધી પકાવો.
પછી ગાજર, વટાણા, કેપ્સિકમ અને ફણસી ઉમેરી 3–4 મિનિટ સુધી સાંતળો.
હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે પલાળેલા ચોખા ઉમેરી હળવા હાથે મિક્સ કરો.
પાણી ઉમેરી ઢાંકણ બંધ કરો. કુકરમાં 2 સિટી અથવા વાસણમાં ચોખા સંપૂર્ણ રંધાય ત્યાં સુધી પકાવો.
તૈયાર પુલાવને 5 મિનિટ આરામ આપો અને પછી કોથમીરથી ગાર્નિશ કરીને રાયતા, પાપડ અને અથાણા સાથે ગરમાગરમ સર્વ કરો.