1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતીમાંં રેસીપી
  3. શાકાહારી વ્યંજન
  4. gobhi masal sabji recipe

રેસ્ટોરન્ટ જેવી ટેસ્ટી ગોબી મસાલાની સબ્જી બનાવો, જાણો સરળ ગુજરાતી રેસીપી

gobhi masal sabji recipe
જો તમે ઘરે જ રેસ્ટોરન્ટ જેવા સ્વાદની ગોબી મસાલાની સબ્જી બનાવવી હોય, તો આ સરળ રેસીપી જરૂર અજમાવો. મસાલેદાર ગ્રેવી અને હળવા ક્રિસ્પી ફૂલકોબીનો સ્વાદ દરેકને પસંદ આવશે.

સામગ્રી

ફૂલકોબી – 500 ગ્રામ (મોટા ટુકડા કરેલા)
ડુંગળી – 2 (ઝીણી સમારેલી)
ટામેટાં – 2 (પ્યુરી બનાવેલી)
આદુ-લસણની પેસ્ટ – 1 ટેબલસ્પૂન
લીલા મરચાં – 2 (ઝીણા સમારેલા)
દહીં – 2 ટેબલસ્પૂન (વૈકલ્પિક)
હળદર – 1/2  ટીસ્પૂન
લાલ મરચું પાઉડર – 1 ટીસ્પૂન
ધાણા પાઉડર – 2 ટીસ્પૂન
જીરું પાઉડર – 1 ટીસ્પૂન
ગરમ મસાલો – 1/2  ટીસ્પૂન
કસૂરી મેથી – 1 ટેબલસ્પૂન
જીરું – 1 ટીસ્પૂન
તેલ અથવા ઘી – 3 ટેબલસ્પૂન
મીઠું – સ્વાદ મુજબ

બનાવવાની રીત

ફૂલકોબીને સારી રીતે ધોઈને ગરમ મીઠાં પાણીમાં 5 મિનિટ રાખો અને પછી પાણી નીતારી લો.
કડાઈમાં થોડું તેલ ગરમ કરીને ફૂલકોબીના ટુકડાને હળવા ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો અને અલગ રાખો.
એ જ કડાઈમાં જીરું ઉમેરો. પછી ડુંગળી ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.
હવે આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી 1 મિનિટ સુધી શેકો.
ટામેટાની પ્યુરી ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી રાંધો.
હળદર, લાલ મરચું, ધાણા પાઉડર, જીરું પાઉડર અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરો.
ઇચ્છા હોય તો દહીં ઉમેરી સતત હલાવતા 2 મિનિટ સુધી રાંધો.
હવે શેકેલી ફૂલકોબી ઉમેરો અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો.
જરૂર મુજબ થોડું પાણી ઉમેરી 8–10 મિનિટ ધીમા તાપે ઢાંકીને રાંધો.
અંતે ગરમ મસાલો, કસૂરી મેથી અને લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો.
આગળનો લેખ
જીવનમાં રમતગમતનું મહત્વ નિબંધ