કરેડીવાળી માઁ
જેમની મૂર્તિમાંથી નીકળે છે અમૃતધારા....
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમને બતાવી રહ્યા છે, પાણીનો ચમત્કાર. જી, હા મધ્યપ્રદેશના શાઝાપુર જિલ્લાથી આઠ કિલોમીટર દૂર આવેલ કરેડી ગામમાં દેવી માઁની મૂર્તિમાંથી સતત પાણી નીકળી રહ્યુ છે. સ્થાનીક ગામવાળાઓનુ માનવુ છે કે આ પાણી નહી અમૃત છે. જ્યારે અમે આ કિસ્સો સાંભળ્યો ત્યારે અમે જઈ પહોંચ્યા કરેડી ગામ. ગામમાં સૌથી પહેલા અમારી મુલાકાત થઈ ગામના સરપંચ ઈંદરસિંહ સાથે. તેમણે અમને જણાવ્યુ કે માઁની મૂર્તિ એકદમ પ્રાચીન છે. દાવો તો અહીં સુધી કરવામાં આવ્યો છે કે આ મૂર્તિ મહાભારતકાળ છે. સરપંચ ઈંદરસિંહે અમને જણાવ્યુ કે આ મૂર્તિ કર્ણની આરાધ્ય દેવી માઁ કર્ણાવતીની છે. કિવંદતી છે કે માઁ કર્ણાવતી દાનવીર કર્ણને રોજ સો મણ સોનુ આપતી હતી, જેને કર્ણ પ્રજાની ભલાઈ માટે દાન કરી દેતો હતો. ફોટોગેલેરી માટે અહીં ક્લિક કરો.
આવી જ રીતે ગામના લોકોનુ આ પણ માનવુ છે કે ઉજ્જૈનના રાજા વિક્ર્માદિત્ય પણ માઁ કર્ણાવતીના આરાધ્ય ભક્ત હતા. આજકાલ આ મંદિરને ગામના નામથી કરેડીવાળી માતાનુ મંદિર કહેવાય છે. જ્યારે અમે મૂર્તિ અને પાણીની બાબતે પૂછપરછ કરી તો ચંદરસિંગ માસ્ટરે અમને જણાવ્યુ કે થોડા દિવસ પહેલા માઁ ની મૂર્તિમાંથી એકાએક પાણી નીકળવા લાગ્યુ. પહેલા તો અમને લાગ્યુ કે મૂર્તિને નવડાવતી વખતે પાણી ભરાઈ ગયુ હશે. અમે પાણી સાફ કર્યુ પણ માઁ ના હાથની પાસે બનેલા કાણાંમાં પાછુ પાણી ભરાય ગયુ. કેટલીય વાર સફાઈ કર્યા પછી એવુ લાગે છે કે આ પાણી સામાન્ય પાણી નથી પણ માઁ નો પ્રસાદ છે, માઁ નુ અમૃત છે.
વાતચીત કરતાં-કરતાં અમે મંદિરમાં પહોંચ્યા,... જ્યારે અમે અહીં પહોંચ્યા તો જોયુ કે જૂના મંદિરની બહાર એક બાવડી બનેલી છે. ત્યાં જ પત્થરથી બનેલી માઁ ની મૂર્તિને ખભાની પાસે બનેલા એક છિદ્રમાં પાણી ભરાયેલુ હતુ. મંદિરના પુજારીએ અમને જણાવ્યુ કે કેટલાક સમય પહેલા આ છિદ્રમાં તેની જાતે જ પાણી ભરાઈ રહ્યુ છે, ત્યારથી લઈને અત્યાર સુધી આ છિદ્રમાં પાણી નીકળવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. પછી તો પૂછવુ જ શુ જેવી આ વાતની ગામવાળાઓને ખબર પડી કે મંદિરમાં લોકોની ભીડ લાગી ગઈ. ગામવાળાઓનુ પણ માનવુ હતુ કે આ પાણી અમૃત છે, જેને પીધા પછી વ્યક્તિની બીમારીઓ સારી થઈ જાય છે. આ વાત ફેલાતા આ મંદિરમાં શ્રધ્ધાળુઓની ભીડ લાગી ગઈ. બધાને વિશ્વાસ છે કે આ પાણીને પીધા પછી તેમના બધા દુ:ખ, દર્દ અને બીમારીઓ નાસી જશે. મંદિરમાં દર્શન કરવા આવેલા એક શ્રધ્ધાળુ પ. સુરેન્દ્ર મેહતાએ અમને જણાવ્યુ કે માઁની મૂર્તિ જ નહી પણ આ મંદિર પણ સ્વયંભૂ છે. ગામમાં કેટલાય પ્રાચીન મંદિરોના ભગ્નાવેશ જમીનદોસ્ત છે. ગામમાં નવનિર્માણ માટે જ્યારે પણ ખોદકામ થાય છે ત્યારે પ્રાચીન મૂર્તિઓ અને મંદિરના ભગ્નાવેશ નીકળે છે પણ પુરાતત્વ વિભાગ આ વાત પર ધ્યાન નથી આપી રહ્યુ.
અમે કેટલીક વાર સુધી મંદિરમાં જ રોકાઈ રહ્યા. અમારી સામે પુજારીએ મૂર્તિમાંથી નીકળી રહેલ પાણીનુ વિતરણ કર્યુ.... થોડી જ વારમાં છિદ્રમાં પાછુ પાણી ભરાય ગયુ. મંદિરમાં દર્શન કરવા આવેલા કેટલાય લોકોનુ કહેવુ હતુ કે આ માઁ નો ચમત્કાર છે. તો કેટલાક લોકો આ પણ માની રહ્યા છે કે આ દૈવીય નહી પરંતુ ભૂગર્ભીય ચમત્કાર છે. માઁ ની મૂર્તિના છિદ્રમાંથી સતત પાણી નીકળવુ ભૂગર્ભીય ચમત્કાર છે. જેનો જવાબ વિજ્ઞાન જ આપી શકશે. તમે આ સંબંધે શુ વિચારો છો અમને જણાવો.